<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

મવડી ધરમનગરના ૭૫ વર્ષના વૃધ્‍ધા સાથે સગા દિકરાની ઠગાઇઃ ખેતીની જમીન પડાવી લીધી!

પિતાના અવસાન પછી દિનેશ પરમારે માતા, બહેનોને બેંક ખાતામાં વારસાઇ નામ દાખલ કરવાના નામે જમીનમાંથી હક્ક જતો કરવા માટેના સોગંદનામામાં સહીઓ કરાવી લીધીઃ જમીનનો દસ્‍તાવેજ પણ પોતાના નામે કરી લીધો : વૃધ્‍ધા ગોૈરીબેનને ખેડૂતોને મળતી ૨૦૦૦ની સરકારી સહાય મળતી બંધ થઇ ત્‍યારે તપાસ કરતાં દિકરાનું ભોપાળુ છત્તુ થયું: તાલુકા પીએસઆઇ પી. જી. આલએ ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૬: શહેરના મવડીના ધરમનગરમાં રહેતા ૭૫ વર્ષીય વળદ્ધાએ પોતાના એકના એક દિકરા વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરાવી છે.  પુત્રએ પિતાના અવસાન બાદ માતા અને છ બહેનોની સહીઓ કરાવી ખેતીની જમીનમાંથી હક્ક જતો કરાવી લીધો હોવાનો અને લાખો રૂપિયાનો વિશ્વાસઘાત કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

આ બનાવમાં તાલુકા પોલીસે મવડી ૧૫૦ રીંગ રોડ પર ધરમનગર-૩માં ઓમનગર પાસે રહેતાં ગોૈરીબેન ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી તેના દિકરા દિનેશ ગોવિંદભાઇ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. દિકરાએ વૃધ્‍ધ જનેતાની જાણ બશહાર વારસાઇમાંથી હક્કો જતો કરવાનું નોટરી સમક્ષ સોગંદનામામાં સહઓ કરાવી તેમજ પિતાએ આપેલા પૈસાથી ખરીદાયેલી જમીન આ શખ્‍સે માતાના નામે કરવાને બદલે દસ્‍તાવેજ પોતાના નામે કરાવી લઇ વિશ્વાસઘાત કર્યાનો આરોપ મુકાયો છે.

ફરિયાદી ગૌરીબેન પરમાર (ઉ.વ. ૭૫)એ ફરિયાદમાં જણાવ્‍યું છે કે વર્ષ ૨૦૧૮માં તેમના પતિ ગોવિંદભાઈનું અવસાન થયું હતું. પતિના અવસાનના માત્ર ૨૫ દિવસ બાદ પુત્ર દિનેશ ગોવિંદભાઈ પરમારે પોતાની મેલી મુરાદ પાર પાડવા માટે પ્રપંચ રચ્‍યો હતો. તેણે માતા અને છ બહેનોને વિશ્વાસમાં લીધા હતા કે પિતાના બેંક ખાતામાં વારસાઈ નામ દાખલ કરવા માટે ૧૦૦ ના સ્‍ટેમ્‍પ પેપર પર સહીઓ કરવી પડશે. માતા અને બહેનોએ ભાઈ પર ભરોસો રાખી સહીઓ કરી આપી હતી, પરંતુ હકીકતમાં તે ખેતીની જમીનમાંથી હક્ક જતો કરવાનું સોગંદનામુ હતું.

આ છેતરપિંડીનો ખુલાસો ત્‍યારે થયો જ્‍યારે ભારત સરકાર દ્વારા ખેડૂતોને મળતી રૂ. ૨૦૦૦ ની સહાય ગૌરીબેનના ખાતામાં આવતી બંધ થઈ ગઈ. ગૌરીબેને જ્‍યારે લોધીકા મામલતદાર કચેરીએ તપાસ કરી ત્‍યારે અધિકારીઓએ જણાવ્‍યું કે તમે અને તમારી દીકરીઓએ તો તા. ૨૪/૦૧/૨૦૧૯ના રોજ અરજી કરી ખાંભા ગામની જમીનમાંથી હક્ક જતો કર્યો છે. આ સાંભળીને વળદ્ધાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માત્ર વારસાઈ જમીન જ નહીં, પણ નવી ખરીદવાની જમીનમાં પણ પુત્રએ દગો કર્યો હતો. ગૌરીબેને લોધીકાની એક જમીન પોતાના નામે રાખવા માટે પુત્ર દિનેશને રૂ. ૧૨ લાખનો ચેક આપ્‍યો હતો. જો કે પુત્રએ માતા સાથે વિશ્વાસઘાત કરી આ રકમ પોતાના ખાતામાં જમા કરાવી દીધી હતી અને લોધીકાની જમીનનો દસ્‍તાવેજ માતાને બદલે પોતાના નામે કરાવી લીધો હતો.

મિલકત પોતાના નામે થઈ ગયા બાદ પુત્ર દિનેશનો અસલી ચહેરો સામે આવ્‍યો હતો. વર્ષ ૨૦૨૪માં તેણે માતાને ઘરમાંથી કાઢી મુક્‍યા હતાં. હાલ ૭૫ વર્ષીય વળદ્ધા પોતાની મોટી દીકરી દિવ્‍યાબેન સાથે રહી નિવળત જીવન ગાળી રહ્યા છે. સામાજિક પ્રતિષ્‍ઠા અને એકના એક દિકરા પ્રત્‍યેની લાગણીને કારણે અત્‍યાર સુધી મૌન રહેલા માતાએ આખરે ન્‍યાય માટે પોલીસનો આશરો લીધો છે. ગૌરીબેને પોતાના પુત્ર દિનેશ પરમાર અને આ કાવતરામાં સામેલ અન્‍ય શખ્‍સો સામે કડક તપાસ કરવા માંગ કરી છે. રાજકોટ તાલુકા  પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ પી. જી. આલએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:57 PM IST)