News of Friday, 6th February 2026
પરિણિતા અને સગીર સંતાનને માસિક ૧૪ હજારનું ભરણપોષણ ચુકવવા પતિને હુકમ

રાજકોટઃ તા.૬, શહેરના વાવડી નજીક આંગન હાઈટમાં રહેતી પરણીતા અને તેના સંતાનને માસિક ૧૪૦૦૦ નું ભરણ પોષણ ચૂકવવા સ્કૂલના પ્રિન્સિપાલ પતિને રાજકોટની ફેમિલી કોર્ટે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ જામનગર જિલ્લાના લગતી પર ખાતે રહેતા અને સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જીગ્નેશ જગદીશભાઈ રામાનુજ નામના યુવક સાથે રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલ આંગણ હાઇટ્સમાં રહેતી રિધ્ધીબેન નામની યુવતીના લગ્ન ૨૦૧૮ માં થયા હતા લગ્ન જીવનથી દંપતીને પુત્રનો જન્મ થયો હતો બાદ હતી પતિ અને પત્ની વચ્ચે અણ બનાવ થતા પતિએ પરણીતાને તરછોડી દેતા પોતાના જીવન નિર્વાહ નું કોઈ સાધન ન હોવાથી રાજકોટની ફેમિલી કોર્ટમાં તારીખઃ૨૫/૧૦/૨૩ ના રોજ પતિ જીગ્નેશ રામાનુજ પાસેથી પોતાનું અને પોતાના સગીર પુત્રનું ભરણપોષણની માંગ કરતી અરજી કરી હતી.જેમા પતી હાજર થતાં લાગતા વળગતા સાહેદોની જુબાની નોંધવામાં આવેલ હતી. અરજી સુનાવણી પર આવતાં પરણીતાના વકીલ અંતાણીએ લંબાણ પુર્વકની દલીલો રજુ કરી હતી કે પતી ને સરકારી નોકરી છે, ચાલુ કેસે પતિ પાસે કાર રેકર્ડ ઉપર આવેલ છે, પતી ના માતા ને ૨૧,૦૦૦ પેંન્સન આવે છે જેથી પતી ઉપર તેની પત્ની અને સંતાન સીવાય કોઈની જવાબદારી નથી. પરણીતાના વકીલની તમામ દલીલોથી સહમત થઈ ફેમીલી કોર્ટે પરણીતાને માસીક રૂ. ૯,૦૦૦ અને સગીર સંતાન માસીક રૂ. ૫,૦૦૦ પતી એ ભરણ પોષણ ચુકવવા આદેશ કરેલ છે, તા. ૨૫/૧૦/ ૨૩ થી રૂ. ૩,૫૦ લાખ ચૂકવવા હુકમ કર્યો છે.પરણીતા રિધ્ધી બહેન વતી રાજકોટ ના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી , સમીમ બહેન કુરેશી અને શીવાનીબેન દવે વકીલ તરીકે રોકાયા હતા.
(2:59 PM IST)










