<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

૧૦ લાખનો ચેક રિટર્ન થતા જીયા ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલકને એક વર્ષની સજા

રાજકોટ, તા. ૬: અત્રે જીયા ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના નામેથી ધંધો કરતા વિશાલ મહેશભાઈ લોઢીયા, રહે. રાજકોટવાળાને રૂા. ૧૦,૦૦,૦૦૦/- જેવી મોટી રકમ હાથ ઉછીની ફરીયાદી પાસેથી લઈ તે રકમ પરત ન કરતા એડી. સીનીયર સીવીલ જજશ્રી દ્વારા એક વર્ષની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસની હકીકત એવી છે છે કે, સને-૨૦૨૩ ની સાલમાં આ કામના ફરીયાદી ધ્‍યેય દીલીપભાઈ કામાણીએ તહોમતદાર સાથે ૨-વર્ષ ઉપરાંતથી વ્‍યવસાયીક સબંધ ધરાવતા હોય, જેથી તે સબંધના દાવે આરોપી વિશાલ લોઢીયાને પોતાના ધંધાના વિકાસ અર્થે નાણાની જરૂરીયાત ઉપસ્‍થિત થતા સૌપ્રથમ ૨૦૨૩ માં ૪-લાખ રૂપિયા રોકડા આ કામના ફરીયાદીએ આપેલ ત્‍યારબાદ આરોપીને વધુ રકમની જરૂરીયાત ઉપસ્‍થિત થતા ફરીથી ફરીયાદી પાસેથી રૂપિયા ૬-લાખ જેવી મોટી રકમ ફરીયાદીએ આપેલ હતી. જે પેટે આરોપી ધ્‍વારા ફરીયાદીને રૂા. ૧૦,૦૦,૦૦૦/- નો યસ બેંકનો ચેક આરોપીએ પોતાની સહી કરીને ચેકની વિગતો પોતાના સ્‍વહસ્‍તાક્ષરે ભરીને આપેલ અને સદર ચેક આપતી વખતે ફરીયાદીને કહેલ કે તમો આ ચેક વટાવવા નાખશો એટલે તમોને તમારા નાણા મળી જશે.

ત્‍યારબાદ ફરીયાદીએ વારંવાર આરોપી પાસેથી પોતાના નાણા પરત મેળવવાની માંગણી કરેલ હતી પરંતુ તેઓ ઉડાઉ જવાબ આપતા હતા જેથી ફરીયાદી પાસે રહેલ ચેક બેંકમાં વટાવવા નાખતા ‘પેમેન્‍ટ સ્‍ટોપ્‍ડ બાય ડ્રોવર' નો શેરો બેંક દ્વારા પરત આવેલ હતો જેથી ફરીયાદીને પોતાની સાથે છેતરપીંડી થયેલનું લાગતા આરોપી વિશાલ લોઢીયા વિરૂધ્‍ધ રાજકોટની ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં નેગો. ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે કેસમાં તહોમતદારને કોર્ટ દ્વારા એક વર્ષની સજા તેમજ જો ફરીયાદીને જજમેન્‍ટની તારીખથી લઈને દિન-૩૦ ની અંદર પૈસા પુરા ન ચુકવે તો સીઆર.પી.સી. ની કલમ-૩૫૭ (૩) મુજબ વધુ ૩-માસની સજાનો હુકમ ફરમાવતા એડી. સીનીયર સીવીલ જજ દ્વારા કરવામાં આવેલ હતો.

આ કામમાં ફરીયાદી ધ્‍યેય દિલીપભાઈ કામાણી વતી રાજકોટના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા તથા શિવરાજસિંહ એમ. જાડેજા તથા લીગલ આસી. તરીકે જયદિપ ગઢીયા રોકાયેલ હતા.

(3:06 PM IST)