News of Friday, 6th February 2026
ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇસ્યુ કરતી કોર્ટ

રાજકોટ, તા.૬: રાજકોટના દીપ રાજેશભાઈ પાટડીયા વિરુધ્ધ રૂા.૭,૫૫,૧૨૦/ના ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપી દીપ રાજેશભાઈ પાટડીયા રહે. અંબા આશિષ, ગુંદાવાડી-૧૪, રામદેવપીર મંદીર પાસે, રાજકોટના વિરુધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામા આવેલ છે.
ફરીયાદીની ટુકમાં વિગત એવી છે કે, ફરીયાદી ધૈર્ય પારેખે આરોપી દીપ રાજેશભાઈ પાટડીયાને માર્ચ-૨૦૨૫ ના ૬૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનું ઉછીનું આપેલા. સદરહુ સોનું મેળવતી વખતે આરોપીએ કહેલ કે આ ૬૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનું છ માસ બાદ તમો માંગો ત્યારે પરત ચુકવી આપીશ અને જો મારી પાસે તે સમયે સોનું હાજર નહી હોય તો તેના બદલે ત્યારે ૨૪ કેરેટ સોનાની જે બજાર કિંમત ચાલતી હશે તે મુજબ ની ગણતરી કરી સોનાના બદલામાં રકમ ચુક્વી આપીશ.ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ આપેલ ૬૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનાં ની પરત માંગણી કરતા આરોપીએ ફરીયાદીને કહેલ કે હાલ મારી પાસે ૬૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનું નથી. તો આજનો ૨૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂા.૧,૨૫,૮૬૦/ છે તો આ ભાવ મુજબ તમોને તમારા સોના સામે રૂપીયા આપીશ.ઁ જેથી આરોપીએ ફરીયાદીના ૬૦ ગ્રામ ૨૪ કેરેટ ફાઈન સોનાના બદલે ૬૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાના બજાર ભાવ મુજબ થતી કાયદેસરની લેણી રકમની ચુકવણી પેટેરૂા.૭,૫૫,૧૨૦/નો ચેક આપેલ હતો.
આ ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ‘ફંડ ઈનસફીસીયન્ટ' ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ચેક રીટર્ન થયા અંગેની ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં નોટીસ મા જણાવેલ સમયમાં આરોપીએ ફરિયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદી એ આરોપી વિરુધ્ધ રાજકોટના એડી. ચીફ જ્યું. મેજી.ની કોર્ટમાં ધી નેગોસીએબલ ઇનસ્ટુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબની ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ કોર્ટ રજીસ્ટર લઈ આરોપી દીપ રાજેશભાઈ પાટડીયા ને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.
આ કામમાં ફરીયાદી ધૈર્ય પારેખ વતિ રાજકોટના ધારાશાષાી હિતેષ આર. ભાયાણી, તેમજ લીગલ આસીસ્ટન્ટ તરીકે દર્શિત પાડલીયા તથા રોનિત ભાયાણી રોકાયેલ છે.
(3:06 PM IST)










