News of Friday, 6th February 2026
આંબેડકરનગરમાં સફાઇ કામદાર રસીલાબેનનું હૃદય બેસી જતાં મોત
હોસ્પિટલમાં દમ તોડયોઃ ચોૈહાણ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. આંબેડકરનગરમાં રહેતાં સફાઇ કામદાર મહિલાને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ ઢળી પડતાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ આંબેડકરનગર-૪માં રહેતાં રસીલાબેન દિનેશભાઇ મુછડીયા (ઉ.વ.૫૬) સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખવો થયા બાદ બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર રસિલાબેનના પતિ દિનેશભાઇ કલર કામ કરી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. પોતે મનપામાં કોન્ટ્રાકટ બેઝથી સફાઇ કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
(3:09 PM IST)










