<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

મનપાના કોલ સેન્‍ટરના ૧પપ૩૦૪ નંબરના ધાંધીયાઃ લોકો હેરાન પરેશાન

અમુક નેટવર્ક ઉપરથી આ નંબર ઉપર કોલ ન લાગતા હોવાની ફરીયાદોઃ સમસ્‍યા ઉકેલવામાં તંત્ર વામણું

રાજકોટ, તા.,૬ : મનપાને લગતી કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે કોર્પોરેશન દ્વારા ૧૫૫૩૦૪ નંબર સેવામાં ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી અમુક નેટવર્ક ઉપરથી આ નંબર ઉપર કોલ ન લાગતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને સાથોસાથ બીએસએનએલની સેવા અચાનક ઠપ્‍પ થતા ફાયર વિભાગના તમામ ફોન મુંગા થઇ જતા  ફાયર વિભાગે આગની દુર્ઘટના તેમજ અન્‍ય સેવા માટે અલગ અલગ ફાયર ઓફિસર સહિતનાના પ્રાઇવેટ મોબાઇલ નંબર જાહેર કરવાની ફરજ પડી છે.

મનપામાં ડ્રેનેજ, રોડ રસ્‍તા, પાણી, સ્‍ટ્રીટ લાઇટ સહિતની ફરિયાદો માટે થોડા સમય પહેલા ૧૫૫૩૦૪ ઉમરજન્‍સી નંબર જાહેર કરવામાં આવ્‍યા છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી અમુક લોકોને આ નંબર ઉપર ફોન લાગતા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી હોવાનું જાણવા મળ્‍યું છે. તેવી જ રીતે બીએસએનએલ દ્વારા નાના મવા સાઇટ પર કેબલ રીપેરીંગ કામગીરી દરમ્‍યાન અમુક વિસ્‍તારોમાં સેવાઓ ઠપ્‍પ થઇ ગયેલ જેમાં ફાયર વિભાગના તમામ ફોન મુંગા થઇ જતા તાત્‍કાલીક ધોરણે પ્રાઇવેટ નંબર જાહેર કરવામાં આવ્‍યા હતા.

શહેરની અત્‍યંત મહત્‍વની ઇમરજન્‍સી સેવા ફાયર બ્રિગેડ ફરી એકવાર નેટવર્કની ખામીનો ભોગ બની છે.  ફાયર કંટ્રોલ રૂમના ઇજગક ફોનમાં ફોલ્‍ટ સર્જાતા બંધ થયેલ છે. આ બાબતથી અજાણ લોકો વારંવારમાં ફાયર વિભાગનો સંપર્ક કરતા નંબર બંધ આવેલ. આ તકે લોકોમાં જાગળતતતા આવે ત અને જાહેર સેવા તથા આગ અકસ્‍માત જેવી તાત્‍કાલિક પરિસ્‍થિતિઓમાં કોઈ વિલંબ ન થાય તે હેતુથી ફાયર વિભાગ દ્વારા વૈકલ્‍પિક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્‍યા છે.

ફાયર વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, જાહેર જનતાએ આગ, દુર્ઘટના કે અન્‍ય તાત્‍કાલિક ફાયર સેવાઓ માટે હવે કંટ્રોલ રૂમ નં.૯૪૨૯૯ ૦૩૨૬૧ પર સંપર્ક કરવો રહેશે. ઉપરાંત, ફાયર વિભાગના જવાબદાર અધિકારીઓના મોબાઈલ નંબર પણ જાહેર કરાયા છે. જેથી ઈમરજન્‍સી સમયે સીધો સંપર્ક શકય બને. ફાયર વિભાગના જણાવ્‍યા અનુસાર, લીડિંગ ફાયરમેન જયસુખભાઈ (મો.નં.૭૦૯૬૪ ૩૩૮૩૨), ફાયર ઓફિસર ઋષિ તન્ના, ફાયર ઓફિસર રોનકભાઈ (મો.નં. ૮૩૪૭૦ ૨૯૧૨૩) તેમજ ફાયર ઓફિસર વિશાલભાઈ (મો.નં.૯૯૨૫૧ ૫૨૬૦૪) પર પણ તાત્‍કાલિક પરિસ્‍થિતિમાં સંપર્ક કરી શકાય છે. ફાયર વિભાગે જાહેર સુરક્ષાને ધ્‍યાનમાં રાખી વૈકલ્‍પિક મોબાઇલ નંબર જાહેર કરી નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

(3:16 PM IST)