તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
સોખડા ચોકડીએ કંપનીમાં છત પરથી પડી જતાં ઘાયલ થયેલા યુવાનનું મોત

રાજકોટ તા. ૬: કુવાડવા રોડ સોખડા ચોકડી પાસે મેક કાર્ગો નામની કંપનીમાં કામ કરતો મુળ એમપીનો વતની યુવાન રાતે છત પાસે ટાંકી પર સુતો હતો ત્યારે પડી જતાં ઇજા થવાથી મોત થયું છે.જાણવા મળતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના દુગોલીયા ગામનો વતની રોહિતબિંદ સુરેશબિંદ (ઉ.વ. ૨૨) નામનો ગત તા. ૨૧/૧૦/૨૦૨૫ નારોજ કંપની છત ઉપર આવેલ ટાંકી પર સુતો હતો ત્યારે કોઈ કારણોસર નીચે પડતા હતા તેને ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં યુવાનને વધુ સારવાર માટે મધ્યપ્રદેશના વિદિશાના કોતવાલી ગામે લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી.
(3:19 PM IST)










