<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

૯ મહિના પહેલા પરણેલા ૩૧ વર્ષના સંદિપ ચાવડાનું હાર્ટએટેકથી મૃત્‍યુ

મોરબીના ટીંબડી ગામના યુવાને રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૬: હૃદય રોગના હુમલાથી યુવાનોના પણ મૃત્‍યુ થવાની ઘટનામાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. મોરબીના ટીંબડી ગામે રહેતાં ૩૧ વર્ષના સંદિપભાઇ રામજીભાઇ ચાવડાનું હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. નવ મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ટીંબડી ગામે રહેતો સંદિપભાઇ ચાવડા સવારે એકાએક બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સંદિપભાઇ બે ભાઇમાં નાનો હતો અને ચાની કેબીન ચલાવતો હતો. તેના લગ્ન નવ મહિના પહેલા જ થયા હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.

(3:22 PM IST)