<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

કેન્‍દ્રિય બજેટ કાર્યક્રમ અંતર્ગત કાલે ‘‘મહિલા સંવાદ'' યોજાશે

પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ અંજુબેન વેકરીયાની અધ્‍યક્ષતામાં : મુખ્‍ય વકતા તરીકે રીવાબા જાડેજા માર્ગદર્શન આપશે

રાજકોટ : સ્‍વતંત્ર ભારતનું ૮૦મું કેન્‍દ્રીય બજેટ કેન્‍દ્રીય નાણામંત્રી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીની સુચના અનુસાર ગુજરાત રાજયમાં ‘‘બજેટ પ્રચાર અભિયાન ૨૦૨૬'' અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવભાઈ દવે તેમજ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્‍યક્ષા શ્રીમતી અંજુબેન વેકરીયાની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય બજેટ સંદર્ભે ‘‘મહિલા સંવાદ'' નો આ કાર્યક્રમ રાજકોટ મહાનગરના કેન્‍દ્રીય બજેટના સંયોજક રાજકોટ શહેર ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, સહસંયોજક ભાજપ અગ્રણીઓ શૈલેષભાઈ જાની, અમળતભાઈ ગઢીયા તેમજ રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયાની આગેવાનીમાં આવતીકાલે તા. ૭ શનિવારે સાંજે ૪ કલાકે પ્રમુખ ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય વકતા તરીકે મંત્રી રીવાબા જાડેજા વિશેષ ઉપસ્‍થિત રહી બજેટમાં દેશ અને દેશની મહિલાઓને મળતા લાભો વિશે વિસ્‍તળત માહિતી આપશે, તેમજ બજેટ કાર્યક્રમના પ્રદેશ સહઈન્‍ચાર્જ અને ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી આ કાર્યક્રમમાં બજેટ સત્ર અભિયાન અંતર્ગત સંબોધન કરશે.

આ બજેટ ‘‘મહિલા સંવાદ'' માં સૌને ઉપસ્‍થિત રહેવા શહેર મહિલા મોરચાના પ્રમુખ મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલએ જાહેર અનુરોધ કરેલ છે.

(3:54 PM IST)