તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
શહેરની વધુ એક સરકારી શાળા બની અદ્યતનઃ વોર્ડ નં.૫માં શાળા નં.૭૨ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ

રાજકોટઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા નં.૭૨નું રૂ.૨.૭૭ કરોડના ખર્ચે સુવિધાયુક્ત નવનિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે સ્વામિ વિવેકાનંદ પ્રા.શાળા નં.૭૨, સંસ્કાર વિલાની બાજુમાં, આર્યનગર, સંતકબીર રોડ ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં શાસક પક્ષ નેતાશ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણભાઈ નિમાવત, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, માધ્યમિક અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, મંજુબેન કુગશીયા, હાર્દિકભાઈ ગોહેલ, શિક્ષણ સમિતિના સદસ્યો, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, વોર્ડના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, શાળાના શિક્ષકો, વાલીઓ, બાળકો અને શહેરીજનો વગેરે ઉપસ્થિત રહેલ.
(3:58 PM IST)










