<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

શ્રી સતદેવીદાસ આશ્રમે મૂર્તિ પ્રતિષ્‍ઠા-તિલકવિધિ

ત્રિદિવસીય ધર્મમંગલ મહોત્‍સવનું સમાપન

રાજકોટઃ અહિંના કોઠારીયા મેઇન રોડ પર આશાપુરા નગરમાં આવેલ શ્રી સતદેવીદાસ અમરામાં આશ્રમ ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા અને તિલક વિધીનો ત્રિદિવસીય ધર્મમંગલ મહોત્‍સવનું સમાપન થયું હતું.

શ્રી રત્‍નેશ્‍વર મહાદેવ મંદિરે શિવલીંગ સ્‍થાપના પ્રાણપ્રતિષ્‍ઠા અને શ્રી રામદેવજી મહારાજ મંદિરે મૂર્તિ પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. પરબધામના આચાર્ય શાષાી પ્રવિણચંદ્ર જોષી (બંધાળા) એ મુખ્‍ય આચાર્ય તરીકે બિરાજી સંપૂર્ણ વેદોકત પધ્‍ધતીથી કાર્ય સંપન્ન કરાવેલ. ઉપાચાર્ય તરીકે શાષાી શ્‍યામભાઇ જોશી (બંધાળા) રહેલ. ત્રિદિવસીય ધર્મોત્‍સવ દરમ્‍યાન જલયાત્રા શોભાયાત્રા, સંતવાણી, ધર્મસભા, ધર્મતિલક વિધિ, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા તેમ મહંત શ્રી ધરમદાસબાપુ ગુરૂ શ્રી રતનદાસબાપુ શ્રી અજૂનદાસ પરબીયા દ્વારા જણાવ્‍યું હતું.

આ અંગ્રે વધુ વિગતો માટે મો. ૯૮૨૪૨ ૭૫૪૭૨નો સંપર્ક કરી શકાય છે.

(4:02 PM IST)