<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

હંમેશા યુવાન કેમ રહેશો ? : કાલે એઇજલેસ બોડી નિઃશુલ્‍ક સેમિનાર

મોટીવેશનલ સ્‍પીકર ડૉ. જીતેન્‍દ્ર અઢિયા, ડૉ. કિન્‍નરી ગુપ્તા અને ડૉ. પ્રદીપ કણસાગરા વક્‍તવ્‍ય આપશે : રજીસ્‍ટ્રેશન જરૂરી

રાજકોટ : તમામ યુવાનો (હા, સાચું સાંભળ્‍યું, ૯૦ વર્ષના કેમ ના હોય?? કહેવાના તો યુવાનો જ!!) તૈયાર થઇ જાઓ, એક સરસ પરિસંવાદ માટે. ઇન્‍ડિયન મેડિકલ એસોસીએશન રાજકોટ અને એસોસીએશન ઓફ ફિઝીશીયન્‍સ ઓફ રાજકોટ પ્રસ્‍તુત કરે છે, હંમેશા યુવાન કેમ રહેશો ?

આ વિષય પર એક સુંદર વિચારગોષ્‍ઠિ AGELESS BODY સેમિનારના વક્‍તા ડૉ. જિતેન્‍દ્ર અઢિયા (પ્રેરણાનું ઝરણુના સર્જક) અને ડૉ. કિન્‍નરી આઇ. ગુપ્તા, ડૉ. પ્રદિપ કણસાગરા (urologist USA) છે. આ સત્રમાં યુવાનીને ટકાવી રાખવાનું અને વૃદ્ધાવસ્‍થાને વૈજ્ઞાનિક રીતે કઇ રીતે રોકી શકાય અને પાછું ઠેલી શકાય તે કમ્‍પ્‍યુટર પ્રેઝન્‍ટેશન દ્વારા શીખવવામાં આવશે. અને ડૉ. પ્રદીપ કણસાગરા (રીટાયર્ડ યુરોલોજીસ્‍ટ) જણાવશે કે આપ તંદુરસ્‍ત છો તે કેમ જાણશો, તેના માપદંડ શું છે. સદા યુવાન કેમ રહેશો. હૃદયરોગ, કેન્‍સર, ડાયાબીટીસ તથા ઓબેસિટી કેમ અટકાવી શકશો ! આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉર્મિશ જહેમત ઉઠાવી રહ્યા છે.આવતી કાલે તા. ૭ શનિવારે, સાંજે ૯ કલાકથી ૧૦:૪પ કલાક સુધી, પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે કાર્યક્રમ યોજાશે. સૌ મિત્રોને સહપરિવાર આમંત્રણ અપાયું છે. રજીસ્‍ટ્રેશન નિઃશુલ્‍ક છે. પરંતુ મો. ૭પ૭પ૦૧૩૧૪૪ ઉપર સંપર્ક કરવો.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી ડૉ. પ્રદિપ કણસાગરા, ડૉ. અમિત મારૂ અને ઉર્મીશભાઇ વૈશ્નવ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:06 PM IST)