તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
રાજકોટ આરપીએફનું ‘મિશન સેફટી': જાન્યુઆરી માસમાં અનેક મુસાફરો માટે દેવદૂત સાબિત થયું સુરક્ષા દળ
ઓપરેશન અમાનતથી લઈને જીવન રક્ષા સુધીઃ રાજકોટ ડિવિઝનની સુરક્ષા કામગીરીનો રિપોર્ટ કાર્ડ

રાજકોટ, તા. ૬ : પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (ય્ભ્જ્) એ કાયદો અને વ્યવસ્થા જાળવવા, રેલ મુસાફરો તેમજ રેલવે પરિસરની સુરક્ષા સુનિ?તિ કરવાની દિશામાં જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે.
સેવા હી સંકલ્પ અભિયાન હેઠળ તારીખ ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી આરપીએફ દ્વારા આઈજી-સહ-મુખ્ય સુરક્ષા કમિશનર શ્રી અજય સદાનીના કુશળ નેતળત્વ અને રાજકોટના ડિવિઝનલ સિકયુરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ પ્રતિબદ્ધતા, તકેદારી અને માનવીય સંવેદનાનું ઉત્કળષ્ટ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ અભિયાનો હેઠળ કરવામાં આવેલી મુખ્ય કામગીરી આ મુજબ છેઃ
૧) ઓપરેશન અમાનતઃ આરપીએફ દ્વારા ઙ્કઓપરેશન અમાનતઙ્ઘ હેઠળ મુસાફરોની સહાયતા કરતા મુસાફરી દરમિયાન સ્ટેશનો અને ટ્રેનોમાં છૂટી ગયેલા ૨૬ મુસાફરોનો અંદાજે રૂા.૨,૭૧,૫૮૯/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમના અસલી માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
૨) ઓપરેશન નન્હે ફરિશ્તેઃ આ માનવીય અભિયાન અંતર્ગત ૦૩ ગુમ થયેલા બાળકોને હેમખેમ શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
૩) ઓપરેશન રેલ સુરક્ષાઃ રેલવે સંપત્તિની ચોરી રોકવા માટે ચલાવવામાં આવેલા અભિયાનમાં ૦૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
૪) ઓપરેશન સમય પાલનઃ રેલ સંચાલનમાં અવરોધ ઉભી કરતી ગેરકાયદેસર ચેઈન પુલિંગની ઘટનાઓ પર કાર્યવાહી કરતા ૪૯ કેસ નોંધવામાં આવ્યા હતા અને ૨૯ આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
૫) ઓપરેશન ઉપલબ્ધઃ રેલવે ટિકિટોના કાળાબજારમાં સંડોવાયેલા ૦૧ વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
૬) ઓપરેશન ડિગ્નિટીઃ આ અભિયાન હેઠળ ૦૧ વિખૂટા પડેલા વ્યક્તિને તેના પરિવાર સાથે મિલન કરાવી માનવીય જવાબદારી નિભાવવામાં આવી હતી.
૭) ઓપરેશન યાત્રી સુરક્ષાઃ મુસાફરોના સામાનની ચોરીના ૦૨ કિસ્સામાં ૦૨ આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસ (ઞ્ય્ભ્) ને સોંપવામાં આવ્યા હતા.
૮) ઓપરેશન જીવન રક્ષાઃ ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલા એક મહિલા મુસાફરને તત્પરતા દાખવી સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.
૯) ઓપરેશન જનજાગરણઃ મુસાફરો અને સામાન્ય જનતાને જાગળત કરવાના હેતુથી રેલવે લાઈન ઓળંગવી નહીં, પથ્થરમારો ન કરવો, નશામુક્તિ, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો પર બેનરો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ગ્રામ્ય સ્તરે બેઠકો અને જાગળતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરપીએફ રાજકોટ ડિવિઝન મુસાફરોની સુરક્ષા, સેવા અને વિશ્વાસ જાળવી રાખવા માટે નિરંતર પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ જ સમર્પણ સાથે કાર્યરત રહેશે.
(4:07 PM IST)










