તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
વોર્ડ નં.૯માં વધુ એક કોમ્યુનીટી હોલ-સ્પોર્ટસ સંકુલ બનાવો
આગામી વર્ષના મનપાના બજેટમાં વોર્ડ નં-૯માં વિવિધ યોજનાઓ સામેલ કરવા નગરસેવક જીતુ કાટોળીયાની મેયરને રજૂઆત

રાજકોટ, તા.૬: શહેરના વોર્ડ નં. ૯માં ૨૦૨૬ના કોર્પોરેશનના બજેટમાં વિવિધ કામો સમાવવા કોર્પોરેટર જીતુભાઇ કાટોળીયાએ મેયરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે જીતુભાઇએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે ગામ નવુ ભળતા તેમાં સુવિધાનો અભાવ હોવાથી નવી સુવિધાઓ આપવામાં આવે એવી રજૂઆત કરૂ છું જેમ કે, વોર્ડ નં.૯ના મુંજકા વિસ્તારમા ંઆદિત્ય-૬૯ આવાસ વાળો (૧૮) મીટરનો તથા અવધ આવાસ યોજના સહિતના રસ્તાઓ ડામર કરવા તેમજ વોર્ડ નં-૯માં એક પાર્ટીપ્લોટ બનાવવાવોર્ડમાં ર્સ્પોટસ સંકુલો બનાવવા, સાધુવાસવાણી રોડ આજુબાજુ એક ફૂડ કોર્ટ બનાવવા ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્પન ઓનેકસ્ટની બાજુમાં પાટીદાર ચોકથી આવતો સીધો રસ્તો ગંત્રોતી પાર્ક ર્ક્રોસ કરીને સમરસ હોસ્પિટલ બાજુમાં થઇ કેરેલા પાર્ક જતા રસ્તાએ ડામર રોડ બનાવવા સહિતના પ્રશ્નો માટે બજેટમાં સમાવેશ કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે.
(4:40 PM IST)










