<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સમસ્‍ત શ્રીમાળી સોની સમાજના રવિવારે સમુહલગ્ન

૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે, કરિયાવરમાં ૧૬૦ વસ્‍તુઓ અપાશે, રક્‍તદાન કેમ્‍પ

રાજકોટ : રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળ આયોજીત સમસ્‍ત શ્રીમાળી સોની સમાજ માટે ૪૦મા સમુહ લગ્નોત્‍સવ સાથે અનેરો ઉત્‍સાહ તા. ૮ ને રવિવારે બંધન પાર્ટી લોન્‍સ, ધ વન વર્લ્‍ડની સામે, અયોધ્‍યા ચોક પાસે, ૧પ૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે આયોજન રાખેલ છે.

કાર્યક્રમના ઉદઘાટક અને જમણવારના દાતા પરિવાર ગો.વા. હંસાબેન મથુરદાસ ઝીંઝુવાડીયા, અશોકભાઇ તથા હરેશભાઇ (રાધિકા જવેલર્સ) તેમજ લગ્ન મંડપના દાતા પરિવાર, ગો.વા. પરષોત્તમદાસ કાલીદાસ લાઠીગરા (ભાયાવદરવાળા) હ.ગો.વા. હરસુખલાલ પરષોત્તમદાસ લાઠીગરા, મુખ્‍ય મહેમાન ગો.વા. હિરેનભાઇ શશીકાન્‍તભાઇ માંડલીયા, ગો.વા. હિનાબેન હિરેનભાઇ માંડલીયા, હ. રૂષીનભાઇ એસ. માંડલીયા, ભગવતી ગોલ્‍ડ - મોરબી, ભગવતી એરા-રાજકોટ તેમજ ગ્રહશાંતીના યજમાન ગો.વા. ભીખાલાલ દુર્લભજીભાઇ લાઠીગરા (માખાવડવાળા), ગો.વા. નિર્મળાબેન ભીખાલાલ લાઠીગરા હ. દિપકભાઇ મુળજીભાઇ લાઠીગરા, હ. દિપકભાઇ મુળજીભાઇ લાઠીગરા - રાજકોટ હોવાનું યાદિમાં જણાવાયું છે. આ સમુહ લગ્નોત્‍સવમાં ચાર નવ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. પુ.પા.ગો. ૧૦૮ અનિરૂધ્‍ધબાવાશ્રી આર્શીવાદ આપવા ઉપસ્‍થિત રહેશે. દિકરીઓને આણામાં સોનાની ચુડલી, સોનાની બુટી, સોનાનું પેંડન્‍ટ, સોનાની ચૂંક, ચાંદિના સાંકળા, ફેરવા, વિંછીયા, વીંટી, ઘરઘંટી, ટેલીવિઝન, ઓવન, વોશિંગ મશીન, તેમજ જીવન જરૂરીયાતની ૧પ૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે. યુવક મંડળ દ્વારા દિકરીઓને ડબલ બેડ, પેટી પલંગ, કબાટ, ટીપોઇ (બેડરૂમ સેટ) અને હેમનું ડોકીયું તથા વીટી આપવામાં આવશે.

આ સમુહ લગ્નોત્‍સવની સાથો સાથ યુવક મંડળ દ્વારા દાતા ગો.વા. મીરલભાઇ અશ્વિનભાઇ ધોળકીયા, અશ્વિનભાઇ મથુરદાસ ધોળકીયા તથા પ્રીયમના સહયોગથી મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરેલ છે. જેમાં રક્‍તદાતાઓને આકર્ષક ભેટ આપવામાં આવશે.

તસ્‍વીરમાં શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની યુવક મંડળના પ્રમુખ જયભાઇ રાજપરા મો. ૯૮રપ૪૬૩૮૭૩, ઉપપ્રમુખ હિતેષભાઇ રાજપરા મો. ૭પ૬૭૪૧૯૧૧૧, મંત્રી સાગરભાઇ વેડીયા, ખજાનચી ધર્મેશભાઇ સાહોલીયા, રમતગમત કન્‍વીનર મિલનભાઇ માંડલીયા, સલાહકાર જયેશભાઇ ગેરીયા અને દેવેનભાઇ ધંધુકીયા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:40 PM IST)