તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th February 2026
મયુર શાહ દ્વારા તીર્થધામ જવા૨૮માં વર્ષે બસની નિઃશુલ્ક વ્યવસ્થા
તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ની પૂણ્યતિથિએ ૨૭ વર્ષથી અવિરત સેવાઃએચ.જે. સ્ટીલના આર્થિક સહયોગથી આયોજન

રાજકોટઃ ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયનાં તપસમ્રાટ ગુરુદેવશ્રી રતિલાલજી મહારાજનાં રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર સાત હનુમાનજી મંદિર સામે આવેલ સમાધિ સ્થળ તીર્થધામ ખાતે પૂજ્ય ગુરુદેવની દર વર્ષે ૮મી ફેબ્રુઆરીનાં રોજ પૂણ્યતિથિ નિમિતે એચ.જે.સ્ટીલ પરિવારનાં વિનોદભાઈ હરીલાલ દોશીનાં આર્થિક સહયોગથી છેલ્લા ૨૭વર્ષથી શહેરનાં વિવિધ ઉપાશ્રયેથી તેમજ અન્ય પોઈન્ટ ઉપરથી તીર્થધામ જવા-આવવા વિના મુલ્યે બસ સેવા સમર્પિત કરાય છે. આ વખતે એટલે સતત ૨૮માં વર્ષે પણ ભાવિકો માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
છેલ્લા ૨૭ વર્ષથી દર વર્ષે તપસમ્રાટ ગુરુદેવશ્રી રતિલાલજી મહારાજની પૂણ્યતિથિએ શહેરથી તીર્થધામ જવાની વિવિધ પોઈન્ટ ઉપર બસ સેવા પૂ.ગુરુદેવનાં અનન્ય સેવક અને જૈન શાસન સુશ્રાવક મયુરભાઈ શાહ દ્વારા સમગ્ર સંચાલન અને વ્યવસ્થા કરવામાં આવે છે. મયુરભાઈ શાહનાં આ સેવાકાર્યની અગ્રણીઓ અને ભાવિકો દ્વારા અનુમોદના થઈ રહી છે. આ વ્યવસ્થામાં શેઠ ઉપાશ્રયનાં મુકેશભાઈ ઝાટકીયા ( મો.૯૮૭૯૦ ૭૩૦૮૫)અને ચંદ્રેશભાઈ કોઠારીનો સહયોગ મળી રહયો છે
(4:44 PM IST)










