તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
તપસમ્રાટ પૂ. ગુરૂદેવ રતિલાલજી મ.સા.ની રવિવારે ૨૮ મી વાર્ષિક પૂણ્યતિથિઃ પાવનોત્સવ
સવારે ભાવદર્શન પદયાત્રાઃ પૂ. સંત સતીજીઓનું સાનિધ્યઃ મૌન જાપ - ત્રિરંગી સામાયિક - ગુરુ ગુણાંજલિ મહોત્સવઃ નવકારશી-ગુરુ પ્રસાદઃ સોના- ચાંદીની ગીનીના ડ્રો યોજાશે

રાજકોટઃ ગોંડલ ગચ્છના પૂ. જય-માણેક-પ્રાણ ગુરુદેવના પટ્ટધર શિષ્યરત્ન અનન્ય અવધૂત સમા તપસમ્રાટ તપસ્વી ગુરુદેવ પ.પૂ. શ્રીરતિલાલજી મ.સા. ની રવિવારે તા.૮ના રોજ ૨૮ મી વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે ગાદીપતિ પ.પૂ.ગિરીશમુની મ. સા. ના સુશિષ્ય ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ. સા., તથા નિડરવક્તા પૂ. ગુરુદેવ જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરુદેવ પૂ. પારસમુનિ મ. સા એવં વિશાળ પરિવાર ધારક પૂ. મુક્ત-લીલમ-ગુરુણીના સુશિષ્યાઓ સદાનંદી પૂ.સુમતિબાઈ મ.સ., પૂ.કલ્પનાબાઈ મ.સ., પૂ.નંદા-સુનંદાબાઈ મ.સ. ઠાણા-૩ , પૂ.ડો.અમિતાબાઈ મ.સ., પૂ.સુનિતાબાઈ મ.સ., પૂ.રશ્મિતાબાઈ મ.સ., પૂ.ડો.સુજિતાબાઈ મ.સ., પૂ.નલિનિબાઈ મ.સ., પૂ.અંજીતાબાઈ મ.સ., પૂ.સંજીતાબાઈ મ.સ., પૂ.શ્વેતાંસીબાઈ મ. સ., પૂ.હેમાંક્ષીબાઈ મ.સ., પૂ.નમ્રતાબાઈ મ.સ., પૂ.વિનીતાબાઈ મ.સ., રાષ્ટ્રસંત પરમ ગુરુદેવન સુશિષ્યાઓ પૂ.પરમ મહાસતીજીઓના સુમંગલ સાંનિધ્યમાં તપસમ્રાટ તીર્થધામ મધ્યે શ્રધ્ધાવંત ગુરુભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પાવનોત્સવ વિશિષ્ઠ મૌન જાપ, ત્રિરંગી સામાયિક સાથે ભવ્યાતિ ભવ્ય ઉજવાશે.
પદયાત્રા
તા.૦૮ ને રવિવાર સોનેરી સૂર્યોદયે ૬:૧૫ કલાકે સદર ઉપાશ્રયથી તપસમ્રાટ તીર્થધામ સુધીના ૭ કી.મી. ની દર્શન ભાવ પદયાત્રામાં ગુરુદેવ પ્રત્યેની શ્રધ્ધા અને ભકિત થી ભાવિકો જોડાશે. તેવા પુણ્યવંતા અને ભાગ્યશાળી શ્રાવક ભાઈઓ બહેનો તથા બાળકો માટે ૯ સુવર્ણની ગીની ધર્મવત્સલયા સ્વ.અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર ૯ રજતની લગડી જૈન શ્રેષ્ઠી રૂષભ ચંદ્રકાંતભાઈ શેઠ ૯ રૂદ્રાક્ષની માળા આ કાર્યક્રમના પ્રેરક રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂ. નમ્રમુની મ. સા. પ્રેરિત પારસ-પાવન-પરમધામ તરફથી લક્કી ડ્રો સમારોહ મધ્યે થશે.
અખંડ જાપ, ત્રિરંગી સામાયિક તેમજ ઓપન બુક એક્ઝામ બહુમાનના દાતાશ્રી પારસધામ બોમ્બે, તથા પાવનોત્સવ સમગ્ર આયોજન માટે માતુશ્રી વિજયાબેન માણેકચંદ ડાયાભાઈ શેઠ હઃ સ્વ. દિલસુખભાઈ અને ચંદ્રકાંતભાઈ શેઠ, પૂ.રતિલાલજી મ. ચેરીટેબલ ટ્રસ્ટ હઃટ્રસ્ટી ટી.આર.દોશી, શ્રીમતી મીનાબેન નરેન્દ્રભાઇ દોશી, માતુશ્રી કાશ્મીરાબેન કાંતિલાલ લાધાભાઈ શેઠ, શ્રીમતી કોકિલાબેન પ્રતાપભાઈ કામદાર (મુંબઈ), શ્રીમતી ભાવનાબેન વસંતભાઇ તુરખીયા, કાંતિલાલ પ્રેમચંદભાઈ વોરા, માતુશ્રી લીલાવંતીબેન વસંતભાઇ મોટાણી, મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ, માતુશ્રી ઉષાબેન હસમુખભાઇ મોદી હઃશ્રી અલ્પેશભાઈ મોદી લાભ લઈ રહ્યા છે.
તેમજ સવારની નવકારશી માટે અનન્ય ગુરુભક્ત સ્વ.નટવરલાલ હરજીવનદાસ શેઠ વિસાવદરવાળા, ગુરુપ્રસાદ તથા સમીયાણા માઇક રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂ. નમ્રગુરુ ના પરમ ગુરુ ભક્ત અને શ્રધ્ધાવંત ભાવિકો માટે જતા અને વળતા બસની છેલ્લા ૨૮ વર્ષથી લાગલગાટ વ્યવસ્થાનો લાભ લેતા એચ. જે. સ્ટીલ હસ્તે વિનોદભાઇ હરિલાલ જેચંદભાઈ દોશી તરફથી છે. બસની વ્યવસ્થાનું સુચાર સંકલન જૈન શ્રેષ્ઠી મયુરભાઈ શાહ - વિમલભાઈ શેઠ કરી રહ્યા છે.
ગુરુભકતો માટે નવકારશી ગુરુપ્રસાદના પાસ દરેક સંઘોમાં મોકલી આપેલ છે. પરંતુ જે ભક્તો બસમાં અથવા પદયાત્રા દ્વારા નથી આવવાના પરંતુ પોતાના વાહનોમાં તીર્થધામ પહોંચવાના છે, તેઓના પાસ તીર્થધામ સમાધિથી રવિવાર સવારના ૭:૩૦ થી ૮ દરમ્યાન મળી જશે.
બસ પોઇન્ટ
બસમાં આવનાર ભાવિક ભક્તોએ રવિવાર તા.૮ ના સવારે ૭ કલાકે નીચે મુજબના દરેક પિકઅપ પોઈન્ટ ઉપર આવી જવાનું છે. બસ કયાંથી મળશે તેનો ચાર્ટ દરેક સંઘોમાં મોકલી આપવામાં આવેલ છે. તેમ છતાં રૂટ વાઈઝ બસની વ્યવસ્થામાં દીવાનપરા પોલીસ ચોકી પાસેથી - સ્થા. જૈન મોટા સંઘ, સંઘાણી સંઘ, અજરામર સંઘ તથા આજુબાજુ વિસ્તારના શ્રાવકો માટે,આનંદનગર બહેરા મુંગા સ્કૂલ પાસેથી શ્રમજીવી સંઘ શ્રાવકો માટે - ભકિતનગર સબ સ્ટેશન, વળંદાવન ડેરી પાસેથી ભકિતનગર સંઘના શ્રાવકો માટે, મક્કમ ચોક રિલાયન્સ પંપ પાસેથી જૈન ચાલ સંઘના શ્રાવકો માટે આનંદ બંગલા ચોક પાસેથી ગોંડલ રોડ વેસ્ટ સંઘના શ્રાવકો માટે, મનહર પ્લોટ સંઘ શેઠ પૌષધશાળા થી મનહર પ્લોટ સંઘ તથા રામકળષ્ણ નગર સંઘના શ્રાવકો માટે, ઉપાશ્રયની પાછળ ડો.દસ્તૂરવાળા રોડથી સરદારનગર સંઘના શ્રાવકો માટે લીમડા ચોક રિલાયન્સ પંપ પાસેથી સદર સંઘના શ્રાવકો માટે, રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ થી રોયલપાર્ક, નાલંદા, રાજગીરી, શેઠ ઉપાશ્રય સરિતા વિહાર સંઘના શ્રાવકો માટે, નિર્મલા સ્કૂલ રોડ, વીતરાગ બંગલા પાસેથી મહાવીર નગર, રુષભદેવ, સાધના ભવન, ચૈતન્યદેવી, નવકાર મંડળ તથા વૈશાલીનગર શ્રાવકો માટે, નેમિનાથ વીતરાગ ઉપાશ્રય પાસેથી નેમી વીતરાગ સંઘના શ્રાવકો માટે તથા અંબિકા પ્રોવિઝન સ્ટોર એરપોર્ટ ફાટક પાસેથી રેસકોર્ષ પાર્ક સંઘ ગીત ગુજરી સંઘના જ્યારે જંકશન પ્લોટ (ગેબનશાહ પીર) પાસેથી જંકશન પ્લોટ સંઘના શ્રાવકો માટે બસ મળશે.
વિશેષ માહિતી માટે ચંદ્રકાંતભાઈ શેઠ - (મો.૯૮૨૪૦ ૪૩૭૬૯), ભાવેશભાઈ શેઠ - (મો.૯૮૨૫૦ ૭૨૩૭૨), કિશોરભાઇ દોશી (મો.૯૩૭૪૧ ૨૭૯૨૪), કમલભાઈ બદાણી - (મો.૯૪૨૬૦ ૨૨૯૧૭), બીપીનભાઈ પારેખ - (મો.૯૮૨૫૪ ૮૦૮૭૫), શ્રી કમલેશભાઇ મોદી - (મો.૯૮૨૫૫ ૧૧૨૯૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(4:45 PM IST)










