તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
શરદી થયા બાદ ૧ વર્ષનો વિહાન બેભાનઃ મોત
લોધીકાના વીરવા ગામના ટીડાણી પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: લોધીકાના વીરવા ગામે રહેતાં પરિવારના ૧ વર્ષના દિકરાને શરદી થઇ ઇ હોઇ અચાનક બેભાન થઇ ગયા બાદ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ વીરવા ગામે રહેતાં પ્રદીપભાઇ ટીડાણીનો પુત્ર વિહાન (ઉ.વ.૧) ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ તેનું મોત થતાં લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃત્યુ પામનાર વિહાનને છએક દિવસથી શરદી થઇ હતી. આજે અચાનક રડવા માંડયા બાદ બેભાન થઇ ગયો હતો અને સારવારમાં મૃત્યુ થયું હતું. તે બે ભાઇમાં નાનો હતો. પિતા કારખાનામાં કામ કરે છે. લોધીકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:08 PM IST)










