તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
રાજકોટમાં ત્રણ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીની ફાંસીની સજા રદઃ હાઈકોર્ટનો ચુકાદો
૨૦૧૮ની સાલમાં બનેલ બહુઅર્ચિત ઘટનામાં આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયાને પોકસો કોર્ટે ૨૦૨૦માં મૃત્યુદંડની સજા ફરમાવી હતીઃ ફાંસીની સજાના હૂકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતીઃ હાઈકોર્ટે ફાંસીની સજા રદ કરી આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવ્યો

રાજકોટ, તા.૭: રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી જઇ દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરી મળતદેહ ફેંકી દેવાના માર્ચ ૨૦૧૮ના અતિ ચકચારી કેસમાં સ્પે. પોક્સો કોર્ટે ૨૦૨૦ની સાલમાં આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયાને ફટકારેલી મળત્યુ દંડ એટલે કે ફાંસીની સજા ગુજરાત હાઇકોર્ટે રદ કરીને આરોપી રમેશ વૈધુકિયાને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.
જે તે વખતે ભારે ચકચારી બનેલા આ કેસની હકીકત મુજબ, ગઇ તા.૯-૨- ૨૦૧૮ના રોજ ફરિયાદી દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલ, જેમાં ફરિયાદી તથા તેના પત્ની ચુનારાવાડ ચોક આગળ ભાવનગર રોડ વોંકળાના કાંઠે કડિયા કામની મજૂરી કરતાં હતા, ત્યારે ફરિયાદીની દીકરી (ઉ.વ.૩) જે રોડ ઉપર રમતી હતી, તેનું અપહરણ કરી ગંજીવાડાના નાકા આગળ આઈ. ટી. આઈ.ના અવાવરું ખંડેરમાં લઈ જઈ દુષ્કર્મ આચરી ઇજા કરી મોત નિપજવાનો આરોપ આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયા સામે મૂકવામાં આવેલ, અને તેની તા.૧૫-૨- ૨૦૧૮ના રોજ ધરપકડ કરવામાં આવેલ. આજ આરોપી સામે અન્ય એક ગુનો તા.૯-૨-૨૦૧૮ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો હતો, જેમાં અસમાબેન હાતીમભાઈનું ખૂન કરી સોનાના દાગીના લૂંટી લેવાનો આરોપ હતો.
દરમિયાન પોકસો/એટ્રો કેસ નં.૨૮/૨૦૧૮માં રાજકોટના એડિશનલ સેશન્સ જજ દ્વારા તા.૧૭-૩-૨૦૨૦ના રોજ પોકસોવાળા કેસમાં આરોપી રમેશ બચુભાઈ વૈધુકિયાને મળત્યુ દંડ (ફાંસી)ની સજા ફરમાવી હતી.
ત્યાર બાદ આરોપીએ વકીલ ઉર્વશી મહેતા, અશ્વિની કે. મહેતા, દ્વારા મળત્યુ દંડ (ફાંસી)ના ચુકાદા સામે ક્રિમિનલ અપીલ નં.૬૯૫/૨૦૨૦ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલ, જે અપીલની સુનવણી થતાં આરોપીના વકીલોની ધારદાર દલીલો અને રજુ રાખેલ વડી અદાલતના ચૂકાદાઓ તેમજ ફરિયાદપક્ષે રહેલા અધિકારીઓએ ડીએનએ સહિતના વૈજ્ઞાનિક પુરાવા સંદર્ભે એક્સપર્ટસને કોર્ટમાં તપાસવામાં આવ્યા નથી સહિતની જે ભૂલો કરેલ તેના તરફ હાઇકોર્ટનું ધ્યાન દોરેલ અને હકીકતો હાઇકોર્ટ સમક્ષ લાવવામાં આવેલ અને ફાંસીની સજા થઈ શકે તેવા કોઈ પુરાવાઓ રેકર્ડ ઉપર નહિ હોવા અંગેની દલીલો કરેલ, જે દલીલો ગ્રાહ્ય રાખવામાં આવેલ અને આરોપીની ફાંસીની સજા રદ કરી આરોપીને નિર્દોષ છોડી મૂકતો ચુકાદો ગઇકાલ તા.૬-૨-૨૦૨૬ના રોજ જસ્ટિસ ઈલેશ વોરા તથા જસ્ટિસ આર. ટી. વાછાણીની કોર્ટે ફરમાવ્યો છે. જેમાં આરોપી સામે અન્ય કેસ પેન્ડિંગ ન હોય તો તાત્કાલિક છોડી મૂકવા જણાવ્યું છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ ઉર્વશી મહેતા, અશ્વિની મહેતા, કમલેશ મહેતા તથા ચંદ્રિકા મહેતા રોકાયા હતા.
(2:27 PM IST)










