તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
રાજકોટ પાસે કારના કાચ તોડી ૮.પ૦ લાખની મતાની ચોરી
મવડી-પાળ રોડ ઉપર પાર્ટી પ્લોટમાં સગાઇમાં ગયેલ રાજકોટના વેપારી જયેન્દ્રભાઇ આદરોજાની કારના કાચ તોડી અજાણ્યો શખ્સ દાગીના-રોકડ સાથેની બેગ લઇ છનન

રાજકોટ, તા.૭: રાજકોટની ભાગોળે લોધીકા પોલીસ મથકની હદમાં આવેલ મવડી - પાળ રોડ ઉપર પાર્ટી પ્લોટમાં સગાઇમાં ગયેલા રાજકોટના વેપારીની કારના કાચ તોડી અજાણ્યો શખ્સે રોકડ અને દાગીના સહિત ૮.પ૦ લાખની મત્તા ચોરી કરી ગયો હતો.
મળતી વિગતો મુજબ જયેન્દ્રભાઈ રામજીભાઈ આદરોજા ઉ.વ.૩૭ ધંધો વેપાર રહે.રાજકોટ યુનિવર્સીટી રોડ બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ સામે શિલ્પવન આઈકોન બ્લોક નં.બી-૪૦૨ એ અજાણ્યા શખ્સ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તેમના કાકાની દીકરી સગાઈ પ્રસંગમાં તેના પરિવાર સાથે મવડી, પાળ રોડ ઉપર ઓતમ પાર્ટી પ્લોટમાં આવી ગયેલ અને તેની કાર બહાર રોડ સાઈડમાં પાર્ક કરેલ હોય કોઈ અજાણ્યા ચોર ઈસમ તે કારનો ખાલી સાઈડનો પાછળનો કાચ તોડી નુકશાન કરી ગાડીમાં રાખેલ ટ્રોલી બેગ તથા હેન્ડ બેગમાં ફરીયાદીના તથા તેના પરિવારના અલગ અલગ કપડા તથા અલગ અલગ ઘાટના તથા અલગ અલગ માપના સોનાના દાગીના આશરે ૮ થી ૧૦ તોલા કી.રૂ. ૮૦૦૦૦૦/ તથા રોકડા રૂપિયા ૫૦,૦૦૦/ મળી કુલ રૂ.૮,૫૦,૦૦૦/ની મતાની ચોરી કરી ગયો હતો.
આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(4:08 PM IST)










