<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ચાર બહેનના એક જ ભાઇ ૩૮ વર્ષના યુવાનનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

નવાગામ આણંદપરનો બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૭: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મૃત્‍યુ થયું છે. કુવાડવા રોડ પર નવાગામ આણંદપરની માંધાતા સોસાયટીમાં રેહતો વૈજનાથભાઇ રામપ્રવેશ સિંગ (ઉ.વ.૩૮) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર વૈજનાથભાઇ ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. તેને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:08 PM IST)