<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

પત્‍નિ તેના પિતાના અવસાન બાદ માવતરે ગયા પછી પાછી ન આવતાં પ્રમોદે જીવ દીધો

બે મહિના પહેલા જ લગ્ન કરનારા યુવાનના આપઘાતની અરેરાટી : કોઠારીયા રોડ જડેશ્વર પાર્કમાં બનાવઃ મુળ યુપીના યુવાને ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ પર ખોખડદળ નજીક જડેશ્વર પાર્કમાં રહેતાં યુવાને પત્‍નિ માવતરે તેણીના પિતાનું અવસાન થયું હોઇ ત્‍યાં અંતિમવિધીમાં હાજરી આપવા ગયા પછી હવે દિવસો વિતી જવા છતાં પાછી આવતી ન હોઇ ફોનમાં તેણી સાથે બોલાચાલી બાદ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બે મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ જડેશ્વર પાર્ક-૪માં રૂમ રાખીને રહેતાં પ્રમોદ પ્રજ્ઞનારાયણ નિશાદ (ઉ.વ.૨૬) નામના યુવાને સાંજે રૂમ બંધ કરી એંગલમાં મફલર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર પ્રમોદ ત્રણ ભાઇમાં નાનો હતો અને બે મહિના પહેલા જ તેના લગ્ન સોનીકા નામની યુવતિ સાથે થયા હતાં. અગાઉ તે ચારેક મહિના અહિ રહી કારખાનામાં કામ કરી ગયો હતો. લગ્ન કરવા વતન ગયા બાદ પાંચ છ દિવસ પહેલા જ પરત રાજકોટ આવ્‍યો હતો.

ગઇકાલે તે પોતાનું માથુ દુઃખે છે તેમ કહીને કામે ગયો નહોતો. સાંજે મિત્ર અંકિત રૂમ પર આવ્‍યો ત્‍યારે દરવાજો ખખડાવવા છતાં ખોલતો ન હોઇ તોડીને જોતાં તે લટકતી હાલતમાં મળતાં ૧૦૮ બોલાવી હતી. તેના તબિે તેને મૃત જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આજીડેમ પોલીસ મથકના એએસઆઇ કે. જે. કુરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ પ્રમોદની પત્‍નિ પોતાના પિતાનું અવસાન થયું હોઇ વતનમાં માવતરે ગઇ હતી. પ્રમોદ પણ ત્‍યાં જ હતો. પરંતુ દિવસો વિતી જવા છતાં તે પરત આવી ન હોઇ પ્રમોદ એકલો જ પાંચેક દિવસ પહેલા રાજકોટ આવી ગયો હતો. અહિથી પણ તેણે ફોન પર  વાત કરી હતી પરંતુ પત્‍નિ આવતી ન હોઇ માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. 

(2:31 PM IST)