તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
અમદાવાદના ગોદરેજ ગાર્ડનસીટીમાં પ્રોજેકટના કામ માટે મેળવેલ ૨૫ લાખના ચેકરિટર્નના પાંચ કેસોમાં આરોપીને સજા
ફરીયાદીના વકીલની દલીલો- પુરાવો ધ્યાને લઇને દરેક કેસમાં એક-એક વર્ષની સજા

રાજકોટ તા.૭: અમદાવાદ શહેરમાં વીશાળ જગ્યામાં આકાર લઈ રહેલ ગોદરેજ ગાર્ડન સીટીમાં સુએજ પ્લાન્ટનું તેમ જ વોટર ટ્રીટમેન્ટનું મળેલ કામમાં નફાની લાલચ આપી રૂા.૩૧,૦૦,૦૦૦/- મેળવી બદ થોડા સમય પુરતા સંબંધના દાવે રૂા.૩૦,૦૦,૦૦૦/-મેળવી લખાણો લખી આપી રૂ&.૩૦,૦૦,૦૦૦/- પૈકી પાંચ લાખ પરત કરી રૂા.૨૫,૦૦,૦૦૦/- પરત કરવા રૂા.૫,૦૦,૦૦૦/- નો એક એવા પાંચ ચેકો ફરીયાદી જોગ ઈસ્યુ કરી આપી પાસ થવા ન દઈ આચરેલ ગુન્હાના કામેના પાંચેય કેસો ચાલી જતા અમદાવાદમાં જીવરાજ મહેતા રોડ, વાસણામાં પાર્શ્વ પદમાવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને વાસણા બસ સ્ટેન્ડ બાજુમાં ઓફીસ ધરાવતા અને શીવમના નામે જુદા જુદા પ્રોજેકટો ધરાવતા ગૌરવ હરગોવીંદભાઈ દવેને પાંચેય કેસમાં તકસીરવાન ઠેરવી દરેક કેસમાં એક-એક વર્ષની સજા અને દરેક કેસમાં રૂા.૫, ૫૦,૦૦૦/- નો દંડ કરી દંડની રકમમાંથી દરેક કેસમાં રૂા.૫,૦૦,૦૦૦/- ફરીયાદીને ચુકવવા અને દરેક કેસ માંથી રૂા. ૫૦,૦૦૦/- સરકારશ્રીમાં જમા કરાવવા અને તેમા કસુર કર્યે દરેક કેસમાં વધુ ત્રણ-ત્રણ માસની સજા ફરમાવતો સીમાચીન્હરૂપ ચુકાદો રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી.એ ફરમાવેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં આત્મીય કોલેજ સામે શ્રીરામ પાર્ક મેઈન રોડ પર રહેતા ફરીયાદી વરૂણ લવજીભાઈ લાખાણી નાઓએ અમદાવાદમાં જીવરાજ મહેતા રોડ, વાસણામાં પાર્શ્વ પદમાવતી એપાર્ટમેન્ટમાં રહેતા અને વાસણા બસ સ્ટેન્ડ બાજુમાં ઓફીસ ધરાવતા અને શીવમના નામે જુદી જુદી કંપનીઓ ધરાવતા આરોપી ગૌરવ હરગોવીદભાઈ દવે વીરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદો દાખલ કરેલ કે આરોપી શીવમ ટ્રેડ પાર્ક પ્રા.લી. તેમજ શીવમ એન્વાયરો પ્રોજેક્ટસ પ્રા.લી. વિગેરે શીવમના નામે જુદી જુદી ગળપ કંપનીઓ ધરાવતા હોય અને તેના પરીવારજનો ડાયરેકટરો હોય અને આરોપી ગળપ ચેરમેન હોય અમદાવાદમાં વિશાળ જગ્યામાં આકાર લઈ રહેલ ગોદરેજ ગાર્ડન સીટીમાં સુએજ પ્લાન્ટનું તથા નેશનલ ટેક્ષટાઈલ કોર્પોરેશનનું વોટર ટ્રીટમેન્ટને લગત કામ મળતુ હોય તેમા મુડી રોકાણ કરવાથી સારો નહો મળશે તવી લાલચ આપી પ્રથમ રૂા.૩૧,૦૦,૦૦૦/- મેળવી લઈ બાદ સંબંધ અને વિશ્વાસ સંપાદિત કરી સબંધના નામે વધુ રૂા.૩૦,૦૦,૦૦૦/- મેળવી લાઈ લખાણો લખી આપી લીધેલ રકમ રૂા.૩૦,૦૦,૦૦૦/- પૈકી રૂા.૫,૦૦,૦૦૦/- પરત ચુકવી બાકી રૂા.૨પ,૦૦,૦૦૦/- પરત અદા કરવા રૂા.૫,૦૦,૦૦૦/- નો એક એવા પાંચ ચેકો આરોપીએ ફરીયાદીની તરફેણમાં ઈસ્યુ કરી આપી એવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે ફરીયાદી ચેકો નીયત તારીખે બેંકમાં રજુ કરવાથી ચેકો પાસ થઈ જશે પરત ફરશે નહી તેવા આરોપીના શબ્દો પર ભરોષો રાખી ફરીયાદીએ જમા કરાવેલ ચેકો અપુરતા નાણાના કારણોસર રીટર્ન થતા, જાણ કરતા, નોટીસ આપવા છતા રકમ પરત નહી કરતા અદાલતમાં કેસો દાખલ કરવામાં આવેલ હતો.
ઉપરોકત પાંચેય કેસો ચાલી જતા આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલ કે આરોપીએ ફરીયાદીના પુરાવાનું સચોટ ખંડન કરેલ હોય નિર્દોશ કરાવી છોડી મુકવા કરેલ રજુઆત સામે ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવી હતી.
રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરીયાદીનુ કાયદેસરનુ લેણુ પરત કરવા ચેકો ઈશ્યુ કરી આપેલની હકીકતને સમર્થન મળે છે. ફરીયાદીના કેસો પુરવાર માની આરોપી ગૌરવ હરગોવીદભાઈ દવેને પાંચેય કેસોમાં એક-એક વર્ષની સજા અને દરેક કેસમાં રૂા.૫,૫૦,૦૦૦/- નો દંડ કરી દંડની રકમમાંથી દરેક કેસમાં રૂા.૫,૦૦,૦૦૦/- ફરીયાદીને ચુકવવા અને દરેક કેસમાંથી રૂા.૫૦,૦૦૦/- સરકારશ્રીમાં જમા કરાવવા અને તેમા કસુર કર્યો દરેક કેસમાં વધુ ત્રણ-ત્રણ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.
ઉપરોકત કામના ફરીયાદી વરૂણ લાખાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ હતા
સુરેશ આર. ફળદુ
ફરિયાદીના વકીલ
(4:09 PM IST)










