<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ભૂતખાના ચોકમાં બાઇક સ્‍લીપ થતાં સુરતથી લગ્ન પ્રસંગમાં આવેલા ચેતનભાઇનું મોત

સાળા સાથે બાઇકમાં બેસીને જતી વખતે બનાવઃ સોલંકી પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: ભૂતખાના ચોક પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં મુળ અમરેલીના જારીયા ગામના વતની અને હાલ સુરત રહેતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. આ યુવાન રાજકોટ લગ્નપ્રસંગમાં આવ્‍યો હોઇ આ બનાવ બન્‍યો હતો. તેની સાથે બાઇકમાં તેના સાળા પણ હતાં તેનો બચાવ થયો હતો. બંને કોઇ કામ માટે બહાર નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બનતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મુળ અમરેલીના જારીયાના અને હાલ સુરત રહેતાં ચેતનભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.વ.૩૮) નામના યુવાનને સવારે આઠેક વાગ્‍યે તે પોતાના સાળા સાથે બાઇકમાં બસી  ભૂતખાના ચોક પાસેથી પસાર થતો હતો ત્‍યારે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને કરી હતી.

મૃત્‍યુ પામનાર ચેતનભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તે શાકભાજી વેંચી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં ત્રણ દિકરા છે. સુરતથી રાજકોટ કુટુંબીને ત્‍યાં લગ્ન પ્રસંગમાં આવ્‍યો હતો. સાથે રહેલા સાળા પ્રવિણભાઇનો બચાવ થયો હતો. 

(2:33 PM IST)