<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

મનપાનું બજેટ એટલે આંકડાની માયાજાળ : વાસ્‍તવિકતાથી જોજન દૂર

પ્રજાલક્ષી પાયાની જરૂરીયાત કરતા કર્મચારીઓના પગાર ખર્ચમાં અને સરકારી તાયફાઓમાં જ અડધુ બજેટ ખર્ચાય જાય છે : વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણીના ચાબખા

રાજકોટ, તા. ૭: આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નુ મનપાનું મ્‍યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ કમિશનરે શાસકોની મનશા રજુ કરી છે. ગત વર્ષ મા સુચવેલા કામોમાંથી ૭૦ થી ૮૦ ટકા કામો હજુ અધ્‍ધરતાલ છે ત્‍યાં પ્રજા ઉપર જુદા જુદા હેડ થી વેરો નાંખી પ્રજાના ખિસ્‍સા ખંખેરી વિકાસ કરવાની વાત બજેટ મા રજુ કરાઈ છે તે સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસ કયારે સાંખી નહી લે તેમ  આ અંગે આગેવાનોના જણાવ્‍યા પ્રમાણે વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા તથા અતુલ રાજાણીએ ચીમકી ઉચ્‍ચારી છે.

વિકાસ કરવા માટે કેન્‍દ્ર સરકાર અને રાજ્‍ય સરકાર પાસેથી લેવાની હક્ક ની ગ્રાંન્‍ટના નાણા લાવી વિકાસ કરો ડીઝીટલ ઓનલાઈન સેવાઓ ને સુદ્રઢ બનાવી પગાર ખર્ચ અને જનતાની મુશ્‍કેલીઓ ને નિવારવી જોઈએ જ્‍યાં ખાટલે મોટી ખોટ ઓનલાઈન સેવાઓ હાલતા ખોરવાઈ જાય છે શહેર મા રોડ-રસ્‍તાઓનો હાલત ખસ્‍તા છે એક પણ રોડ લાઈન દોરી મુજબ નથી અંધેર નગરી ને ગંડુ રાજાની જેમ રોડ-રસ્‍તાઓના કામોમા કે રિકાર્પેટ ના કામો પુરા થાય તેના બીજા જ દીવસે રોડ ખોદકામ ચાલુ થઈ જાય છે ડામર ઉપર ડામર અને ફુટપાથ ને ઉંચા કરવા ના જે રીતે કામો થાય છે તે પ્રજા જોઈ રહી છે શહેરમા ડોર ટુ ડોર કચરાના કલેકશનના કરોડોના  આંધણ પછી પણ  હજુ શુધી શહેર કચરા મુક્‍ત થઈ શકયુ નથી

અંતમાં શ્રી સાગઠિયા, શ્રી રાજાણી, શ્રી વાઘેલાએ જણાવ્‍યું હતું કે મનપાના કમીશનરે સુચવેલ કરવેરો શાસકો જો સ્‍વીકારાશે તો રાજકોટની પ્રજા સાથે મોટો દ્રોહ ગણાશે જે સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસ કયારે શાંખી નહી લે અને પ્રજાને સાથે રાખી પ્રજા વચ્‍ચે જઈ ભાજપ સરકાર વિરુદ્ધ લોકજુવાળ ઉભો કરાસે જેનુ પરિણામ ભોગવવા ભાજપ શાસકો તૈયાર રહે તેવી ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે

(3:05 PM IST)