News of Saturday, 7th February 2026
ધો.૧૦-૧ર બોર્ડની પરીક્ષા માટે એકશન પ્લાન તૈયાર : ગુરૂવારે શિક્ષણ મંત્રીની રાજયવ્યાપી વિડીયો કોન્ફરન્સ
મંગળવારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ગાંધીનગરનું તેડુ : રાજકોટ જિલ્લામાં ૩૦૮ બિલ્ડીંગોમાં ર૭પ૩ બેઠકઃ ૮૦૨૪૮ પરીક્ષાર્થીઓ

રાજકોટ, તા. ૭: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ર૬ ફેબ્રુઆરીથી ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા શરૂ થનાર છે. તે સંદર્ભે બોર્ડના ચેરમેનએ તા. ૧૦ મંગળવારે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની ગાંધીનગર ખાતે બેઠક બોલાવી છે. તા. ૧ર ગુરૂવારે સવારે ૧૧:૩૦ વાગ્યે શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાએ રાજયકક્ષાની વિડીયો કોન્ફરન્સ રાખી છે. જેમાં કલેકટરો, શહેર-જિલ્લા પોલીસ વડા, શિક્ષણાધિકારીઓ વગેરેને હાજર રહેવા જણાવાયુ છે. બોર્ડ દ્વારા પરીક્ષાને સારી રીતે પાર પાડવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં મંગળવારે શિક્ષણાધિકારીઓ સાથેની જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧ર માટે ઉપયોગમાં લેવાનાર પરીક્ષા સ્થળો અંગેની સમીક્ષા, પરીક્ષાના સુચારૂ સંચાલન માટે સંવેદનશીલ પરીક્ષા સ્થળોની ચર્ચા, જિલ્લા કક્ષાએ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક, જિલ્લાનો પરીક્ષા સંબંધી એકશન પ્લાન, જિલ્લા કક્ષાના કન્ટ્રોલરૂમ માટેની વ્યવસ્થા, પરીક્ષા સ્થળો ઉપર પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓની આવન-જાવન માટે એસ.ટી. બસ સુવિધાનું આયોજન વગેરે મુદાઓની ચર્ચા થશે.
તા. ૧ર મી એ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષાની વ્યવસ્થા, સંચાલન માટે સાવચેતી, પ્રતિબંધાત્મક હુકમો, વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા, પરીક્ષાના સમયે અવિરત વીજ પુરવઠો વગેરે બાબતોની ચર્ચા થશે.
રાજકોટ શહેર-જિલ્લો
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, શહેર-જિલ્લામાં ધો. ૧૦-૧ર માં ૩૦૮ બિલ્ડીંગમાં ૨૭૫૩ બ્લોકમાં કુલ ૮૦૨૪૮ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પરીક્ષા સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેકટર ડો. ઓમપ્રકાશ અને સભ્ય સચિવ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી ડી.એચ. પટેલ કાર્યરત છે.
ધો. ૧૦-૧રના રાજકોટના પરીક્ષાર્થીઓ
ક્રમ ઝોનનું નામ કેન્દ્રોની બિલ્ડીંગની બ્લોકની પરીક્ષાર્થીઓની
અને નંબર સંખ્યા સંખ્યા સંખ્યા સંખ્યા
૧. ધો. ૧૦ ૪૦ ૧૮૩ ૧પ૬પ ૪૬૬પ૭
ર. ધો. ૧ર ૬ ૩૯ ૪૦૧ ૭૯૩૪
(સાયન્સ)
૩ ધો. ૧ર ૧૯ ૧૦૧ ૮પ૦ રપ૬પ૭
(સામાન્ય)
કુલ ૬પ ૩૦૮ ર૭પ૩ ૮૦ર૪૮
(4:09 PM IST)










