તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th February 2026
શોધનો અંત ત્યારે જ આવે જ્યારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય
પૂ.દીપકભાઈના પ્રશ્નોત્તરી સત્સંગ દ્વારા કાલે અને સોમવારે આત્મસાક્ષાત્કાર પામવાનો ભેદજ્ઞાન પ્રયોગ-જ્ઞાનવિધી : આ શાશ્વત સુખની પ્રપ્તિ માત્ર પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થયા પછી જ થાય છેઃ પૂ. દીપકભાઈ

રાજકોટઃ ગઈ કાલે યોજાયેલા દાદા ભગવાન પરિવારના પ્રશ્નોતરી સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજકોટવાસીઓએ તેમને મુંઝવતા તમામ વ્યહવાર, ધર્મ અને આધ્યાત્મ સંબંધિત પ્રશ્નોના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી અનોખી શાંતિ અને પ્રસન્નતા અનુભવી હતી. આજે અને રવિવારે અક્રમ વિજ્ઞાનમાં જેનું ખુબ જ મહત્વ મુકવામાં આવ્યું છે અને આ આક્રમ માર્ગનો મૂઇભૂત પાયો જેને ગણી શકાય એવા આત્મસાક્ષાત્કાર પામવા માથેના અદ્ભુત ભેદજ્ઞાન પ્રયોગ જ્ઞાનવિધિનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ.દીપકભાઈએ જણાવેલ કે દરેક જીવમાત્ર સતત સુખની શોધમાં છે. દુઃખ કોઈને ગમતુ નથી. તેમ છતાં, આ શોધનો અંત ત્યારે જ આવે છે જ્યારે સતત સુખની પ્રપ્તિ થાય છે. અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ માત્ર પોતાના સાચા સ્વરૂપ (આત્મા) ની ઓળખાણ થયા પછી જ થાય છે. ‘‘સાકર ગળી છે'' શબ્દો બોલવાથી તેની મિઠાસ અનુભવાતી નથી. પણ જ્યારે સાકરનો ટુકડો કોઈ મોઢામાં મૂકી આપે પછી ‘‘સાકર કેવી ગળી છે?'' તેનું વર્ણન કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે જ્ઞાનવિધિ બાદ આત્માનો એક વખત અનુભવ થયા પછી તેની પ્રતીતિ જતી નથી. સતયુગમાં જો આવું જ્ઞાન મળ્યું હોત તો તે જ સમયે કેવળજ્ઞાન થઈ શકે તેવા આ જ્ઞાનવિભિનો વૈજ્ઞાનિક પ્રયોગ છે, પણ તે અનુભવ કાળના પ્રભાવથી કાયમ ટકતો નથી. તેમ છતાં, ગમે તેવા સંજોગોના દબાણમાં નામધારી દેશમાં ‘‘હું શુદ્ધ-આત્મા છું'' એ પ્રતીતિ ખસતી નથી. અને તેથી જ જીવનમાં આધિ, વ્યાધિ કે ઉપાધિના પ્રસંગોમાં પણ સમાધિનો અનુભવ થઈ શકે છે.
આ એ જ જ્ઞાન છે જે ઋષભદેવ ભગવાને ભરત ચક્રવતી રાજાને આપ્યું હતું અને તેના થકી વિશાળ રાજપાઠનો વહીવટ તેમ જ સેંકડો રાણીઓ હોવા છતાં ભરત રાજા આત્માના ધ્યાનમાં રહી મોક્ષે જઈ શક્યા. આ જ જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર આપ્યું હતું અને પરિણામે ભીષણ યુદ્ધ કરવા છતાં અર્જુન તે ભવમાં મોક્ષના અધિકારી બન્યા. આવું અદ્ભુત આત્મજ્ઞાન આ કાળમાં શક્ય બન્યું છે. ફક્ત ૨ કલાકમાં આત્માનો અનુભવ સ્પર્શી શકે તેવા જ્ઞાનવિધિના પ્રયોગ દ્વારા શાશ્વત સુખના આ શોધ પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા થઇ હતી.
તેમણે અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન, જે અક્રમ વિજ્ઞાનના નામથી પ્રસિદ્ધ થયું. તે જગત માટે ખુલ્લું કયુૃ. દુનિયાના બધા જ મનુષ્યો કળિકાળના આヘર્ય સમાન આ જ્ઞાનને પ્રાપ્ત કરી દુઃખોથી મુક્ત થાય એ જ ભાવનાથી પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત અને આત્મજ્ઞાનની પૂજ્ય નીરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ વિશ્વભરમાં વિચરણ કરી સત્સંગ અને જ્ઞાનવિધિ કરાવી રહ્યા છે. જ્ઞાનવિધિમાં અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માના ભેદ પાડનારા વાક્યો બોલવામાં આવે છે. ત્યાર બાદ વ્યહવારિક ઉદાહરણ સાથે પાંચ આજ્ઞામાં નવા કર્મો બંધાય નહીં અને જૂના કાર્મોની સંપૂર્ણ નિર્જરા થાય તેવી રીતે જીવન જીવવાની વ્યવહારિક ચાવીઓ મળે છે. આ ઉમદા સમજણ થકી સંસાર વ્યહવારની ફરજો બજાવતા ઉભા થતા ચિંતા કે દુઃખ આપણને સ્પર્શી શકતા નથી.
પૂજ્ય દીપકભાઈના રાજકોટ સત્સંગ કાર્યક્રમ અંતર્ગત તા.૮ રવિવારે સાંજે ૫ થી ૮:૩૦ યોજવામાં આવ્યો છે. મવડી ખાતે આવેલ ઈન્ડોર સ્ટેડીયમ સામેના ઓપન ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ આ જ્ઞાનવિધિમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના કોઈ પણ ધર્મ, પ્રાંત કે જાતિના લોકો ભાગ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે જ્ઞાનવિધિ અને સત્સંગ કાર્યક્રમ નિઃશુલ્ક હોય છે. કાર્યક્રમના છેલ્લા દિવસે એટલે કે સોમવારે સાંજે ૭ થી ૧૦ દરમ્યાન પણ પૂજ્ય દીપકભાઈનો પ્રશ્નોતરી સત્સંગ રહેશે. અક્રમ વિજ્ઞાન અને જ્ઞાનવિધિની વધુ વિગત www.dadabhagwan.org વેબસાઈટ ઉપર મેળવી શકાશે.
(3:54 PM IST)










