<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર જાહેરમાં મારામારી: મહિલા અને યુવકો વચ્ચેની બબાલ:વીડિયો વાયરલ

રિક્ષામાં ભરીને આવેલા કેટલાક શખ્સોએ ત્યાં હાજર લોકો સાથે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી શરૂ કરી: મહિલા અને યુવકો સામસામે આવી ગયા

રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ રિંગરોડ પર આજે જાહેરમાં મારામારીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. રિક્ષામાં ભરીને આવેલા કેટલાક શખ્સોએ ત્યાં હાજર લોકો સાથે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી શરૂ કરી હતી, જેમાં મહિલા અને યુવકો સામસામે આવી ગયા હતા. ખાસ કરીને એક યુવક જેવો કાફેમાંથી બહાર નીકળ્યો કે તરત જ ટોળું તેના પર તૂટી પડ્યું હતું અને નિર્દયતાથી માર માર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે રાજકોટની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરી રહ્યો છે.

(9:48 AM IST)