<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

પૂ. જલારામબાપાની ૧૪પમી પુણ્‍યતિથિએ ગુરૂવારે રૈયા ગામથી ઘંટેશ્વર જલારામ મંદિર સુધી ૧રમી મંગલમય પદયાત્રા

નિજ મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ : જલારામ ભક્‍તોને પદયાત્રામાં જોડાવવા અનુરોધ

રાજકોટ : સંતશીરોમણી ભક્‍ત શ્રી જલારામ બાપાની ૧૪પમી પુણ્‍યતિથિના દિવસે તા. ૧ર ગુરૂવાર, રૈયા ગામ ચોકથી ઘંટેશ્વર શ્રી જલારામ મંદિર સુધીની ૭ કિ.મી.ની પદ્દયાત્રાનું આયોજન શ્રી જલારામ પ્રાર્થના મંદિર ઘંટેશ્વર અને જાનકી મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ છે.

પદ્દયાત્રાનો પ્રારંભ બપોરે ૪ કલાકે થશે ત્‍યારે જય જલીયાણના નાદ સાથે ગગન ભેદી નારાઓ ગુંજશે. આ પદ્દયાત્રા રસ્‍તામાં ચાર જગ્‍યાએ વિરામ કરી સાંજે ૬:૩૦ કલાકે જલારામ મંદિર ઘંટેશ્વર પહોંચશે અને ત્‍યાં વિરામ કરી સહુ પૂ. બાપાની સાંજના ૬:૪પ વાગ્‍યાની મહાઆરતીમાં જોડાશે સાંજના ૬:૪પ કલાકે પૂજય જલારામ બાપાની મહાઆરતી થશે અને ત્‍યારબાદ બ્રહ્મ ભોજન અને પધારેલ સૌ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનો શુભારંભ થશે ત્‍યારબાદ પદ્દયાત્રીકો ઘર તરફ પ્રયાણ કરશે.

ઘંટેશ્વર જલારામ મંદિરે અન્નક્ષેત્ર ચાલુ છે રાત્રીના ૮ થી ૯ દરમ્‍યાન પ્રસાદ દર્શનાર્થીઓને પિરસવામાં આવે છે. જુનવાણી ઢબ મુજબ લાકડા અને છાણાના ચુલામાં બનાવવામાં આવે છે. બાળક્રિડાંગણ પણ ઉભુ કરવામાં આવેલ છે. લોકો વિરામ માટે અહીં ખાટલાનો ઉપયોગ કરે છે.

પૂ. બાપાની પુણ્‍યતિથીએ યોજાયેલ આ પદ્દયાત્રામાં સૌ કોઇ જલારામ ભક્‍તો જોડાય શકે છે અને પદ્દયાત્રામાં આવનાર તમામ ભકતજનોએ રૈયા ગામના મુખ્‍ય ચોક પાસે આવેલ સવન સીંફની ટાવરમાં ૩:૪પ કલાકે હાજર રહેવું. આ પદ્દયાત્રા રૈયા ગામથી પ્રારંભ કરી વાયા લાઇટ હાઉસ, અટલ સરોવર, એસ.આર.પી. કેમ્‍પ, ગ્રીનલીફ ક્‍લબ થઇ શ્રી જલારામ મંદિરે પહોંચશે.

પદ્દયાત્રા અંગેની વધુ માહિતી માટે મો. ૯૪ર૮૭૯ર૧૪૯, મો. ૭૪૦પર૦૦૦૧૩ સંપર્ક સાધવો.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ભાવનાબેન રાજાણી, મનીષાબેન અટારા, લતાબેન કોઠારી, તૃપ્તીબેન કક્કડ, પારૂલબેન ભાયાણી, નીતાબેન ઘેલાણી, અનસુયાબેન ગઢીયા અને માલાબેન ખખ્‍ખર નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:38 PM IST)