<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

શહેરમાં મચ્‍છરનો ઉત્‍પાત વધ્‍યોઃ મેલેરીયા- ડેન્‍ગ્‍યુના ૧-૧ કેસઃ શરદી- ઉધરસ- તાવ- ઝાડા- ઉલ્‍ટીના ૧૯૩૫ દર્દી

મનપા દ્વારા ૧૭૩૫૬ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૦૯૫ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૭૫ને નોટીસ

 

 

રાજકોટ, તા. ૯: શહેરમાં મિક્ષ ઋતુ વચ્‍ચે રોગચાળાનો પગપેસારો વધુ  થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૯૩૫ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના  ર કેસ નોંધાયા છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨ થી ૯ ફેબ્રુ. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના ૧૯૩૫ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૩૯ તેમજ સામાન્‍ય તાવના ૮૧૦ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૮૬  સહિત કુલ ૧૯૩૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૬૦૬૫ તેમજ સામાન્‍ય તાવના ૪૪૬૩ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૧૧૯૦ તથા ટાઇફોઇડના ૧ તેમજ કમળાના ૭ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૭૫ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૭૩૫૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા૧૦૯૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૩૬૭ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૭૫ લોકોને નોટીસ આપવામાં આવી હતી. (૨.૧૭)

(2:47 PM IST)