News of Monday, 9th February 2026
વોર્ડ નંબર-૩માં નિર્મિત ‘વિદ્યાર્થી વાંચનાલય'નું લોકાર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-૩માં નિર્મિત ‘વિદ્યાર્થી વાંચનાલય'નું લોકાર્પણ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે આજે શાળા નં.૧૦નું કેમ્પસ, જૂની કોર્ટ બિલ્ડીંગ પાસે, હોસ્પિટલ ચોક ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. લોપર્પણ બાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ કેમ્પસમાં વળક્ષારોપણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર ઓ કંકુબેન ઉધરેજા, અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઇ ઉધરેજા, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, ચીફ લાઈબ્રેરિયન નરેન્દ્રભાઈ આરદેસણા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(3:01 PM IST)










