<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

રાજકોટ એરપોર્ટ પરથી દુબઈ અને બેંગકોકની ફ્‌લાઈટ શરૂ થશે?

હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતેથી આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઇટ શરૂ કરવાની માંગ : રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા કેન્‍દ્રીય ગળહ મંત્રી - ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઈટ શરૂ કરવાની માગ કરાઇ

રાજકોટ, તા.૯: શહેરના હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતેથી આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઇટ શરૂ કરવાની માગ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા કેન્‍દ્રીય ગળહ મંત્રી તેમજ કેન્‍દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને આંતરરાષ્‍ટ્રીય ફ્‌લાઈટ શરૂ કરવાની માગ કરવામાં આવી છે. ત્‍યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવનું નિવેદન સામે આવ્‍યું છે.

વી.પી. વૈષ્‍ણવ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ રાજકોટને ઇન્‍ટરનેશનલ એરપોર્ટ મળે તે પ્રકારની માગ કરવામાં આવી હતી. જે માગ અંતર્ગત છેલ્લા બે વર્ષથી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. તેમજ હાલ ડોમેસ્‍ટિક ફ્‌લાઈટ પણ મોટી સંખ્‍યામાં હીરાસર એરપોર્ટ ખાતેથી ઊડી રહી છે. ત્‍યારે એરલાઇન્‍સને ૮૦% થી પણ વધુની ઓકયુપેન્‍સી મુસાફરોની મળી રહી છે. ત્‍યારે ઇન્‍ટરનેશનલ ફ્‌લાઇટ મળવા માટે ઇમિગ્રેશન અને કસ્‍ટમ બે મહત્‍વના વિભાગોની જરૂરિયાત રહેતી હોય છે.

ત્‍યારે હીરાસર એરપોર્ટને કસ્‍ટમનું ક્‍લિયરન્‍સ મળી ચૂકયું છે. તેમજ ઇમિગ્રેશન માટે FRO નામની એજન્‍સી દ્વારા નવ મહિના પૂર્વે પણ સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો. તેના દ્વારા જરૂરી કેટલાક સુધારા વધારાના સૂચનો આપવામાં આવ્‍યા હતા. સુધારા વધારા કર્યા બાદ ત્રણ મહિના પૂર્વે તેમની રી વિઝીટ પણ કરવામાં આવી હતી. ત્‍યારે FRO નામની એજન્‍સી દ્વારા પોઝિટિવ અભિપ્રાય કેન્‍દ્ર સરકારમાં આપી દેવામાં આવ્‍યો છે.

ત્‍યારે મળતી જાણકારી મુજબ એરલાઇન્‍સ કંપનીઓએ દુબઈ અને બેંકોકની ફ્‌લાઈટ હીરાસરથી શરૂ કરવાની તૈયારી પણ દર્શાવી છે. ત્‍યારે અમને આશા છે કે આ મહિનાના અંત સુધીમાં ગળહ વિભાગની મંજૂરી મળી જતાં હીરાસર એરપોર્ટ ખાતેથી ઇન્‍ટરનેશનલ ફ્‌લાઇટ શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ દ્વારા રાજકોટ શહેરના બહુમાળી ચોક ખાતે રમકડાના પ્‍લેન ઉડાડીને વિરોધ નોંધાવવામાં આવ્‍યો હતો. કોંગ્રેસના નેતાઓનું કહેવું હતું કે, હીરાસર એરપોર્ટને ઇન્‍ટરનેશનલ એરપોર્ટ તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે. પરંતુ અહીંયાથી એક પણ ઇન્‍ટરનેશનલ ફ્‌લાઇટ કનેક્‍ટિવિટી નથી મળી રહી. જેના કારણે ગ્રીનફિલ્‍ડ ઇન્‍ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ હોવા છતાં મુસાફરોને ઇન્‍ટરનેશનલ ફ્‌લાઇટ માટે અમદાવાદ અથવા તો મુંબઈ સુધી લંબાવવું પડે છે.

 

(3:06 PM IST)