News of Monday, 9th February 2026
નાત-જાતના ભેદ ભૂલીને સનાતની બનોઃ પૂ. નર્મદાનંદજી
૧૨ જયોતિર્લિંગ તથા નર્મદાજીની યાત્રા અનેક વખત કરનાર અવધૂતજી ‘અકિલા'ના આંગણે : સંપ્રદાયો પંથ છે, ધર્મ નથી, ધર્મ તો સનાતન જ છેઃ સનાતન સર્વનું કલ્યાણ ઇચ્છે છેઃ નર્મદાના જલ કલ્યાણકારી છે, પ્રદુષિત થતા બચાવો

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ. નર્મદાનંદજી મહારાજ તથા અગ્રણી એડવોકેટ લલીતભાઇ શાહી અને નીતીનભાઇ ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૯: નાત-જાત આપણી આગવી વિશેષતા છે, પરંતુ આપણી મુખ્ય ઓળખ સનાતનીની છે. નાત-જાતથી ઉપર ઉઠીને સનાતની બનવુ અને તેનું ગૌરવ લેવુ જરૂરી છે.
આ શબ્દો અવધૂત પૂ. નર્મદાનંદજી મહારાજના છે. તેઓ આજે ‘અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા. સ્વામીજીએ આધ્યાત્મિકતાથી માંડીને રાષ્ટ્ર પર ચિંતન રજૂ કર્યુ હતું. તેઓએ જણાવ્યું હતું કે, સનાતન અદભૂત-અલૌકિક પરંપરા છે. આદિ શંકરાચાર્યજીએ આ પરંપરાને આગળ ધપાવવા વિસિષ્ટ વ્યવસ્થા સ્થાપી હતી. આ વ્યવસ્થા હેઠળ વિવિધતામાં એકતાનો ભાવ હતો, જે ફરી આપણે સ્થાપિત કરવાનો છે. પヘમિી વિચારોમાંથી અંજાયા વગર આપણે આપણું ગૌરવ સ્થાપિત કરવાનું છે.
પૂ. નર્મદાનંદજીએ અનેક વખત નર્મદા પરિક્રમા કરી છે. તેઓ કહે છે, અનેક નદીઓના દર્શન કર્યા છે, નર્મદાજી અલૌકિક છે, સાક્ષાત છે, કલ્યાણકારી છે. નર્મદાજીને પ્રદુષણથી બચાવવા જરૂરી છે. આ માટે નિર્ણાયક કાર્ય થવું જોઇએ.
મહારાજજીએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં અનેક સંપ્રદાયો છે. કોઇપણ પંથ ધર્મ નથી, ધર્મ માત્ર સનાતન જ છે. આ બાબત આપણે સમજીને સનાતન હેઠળ એક રહેવાની જરૂર છે.
પરમ શિવ ભકત અને પરમ યોગી તેમજ નિત્યાનંદ પરંપરાના ઉન્નત કક્ષાના સંત એટલે અવધૂત નર્મદાનંદજી આજે રાજકોટ પધાર્યા છે. નર્મદાનંદજી બાપજી અયોધ્યા રામમંદિરના એક ગર્ભગૃહમાં ૐ કારેશ્વર તેમજ ર૦૦ સંતોને સાથે રાખીને જેમના દ્વારા નર્મદેશ્વર મહાદેવના અદ્્ભૂત શિવલિંગની પ્રાણ-પ્રતિષ્ઠા કરેલી છે તેવા અદ્્ભૂત સંત પ્રવર શ્રી નર્મદાનંદજી બાપજી આજે ‘‘અકિલા'' શ્રી મુલાકાતે પધાર્યા હતાં.
સહેજ પણ સગવડ અને સુવિધાઓ વગરનું તપસ્વી જીવન અને જેમના સાનિધ્યનો લાભ અદ્્ભૂત સામર્થ્ય આપે પેવા પરમ શિવ ઉપાસક એટલે બાપજી. એમના વિશે એવું કહેવાય છે કે, બાર જયોતિલિર્ંંગ તેમજ નર્મદા માતાની અનેકવાર પરિક્રમા કરનાર સરળ, નિખાલસ સંતનું સાનિધ્ય ભાગ્યે જ મળે છે તેઓ આજે રાજકોટ પધાર્યા છે.
માત્ર એક કેસરી ધોતી પહેરનાર સંત તેમજ ચરણમાં ચાખડી ધારણ કર્તા સંત નર્મદાના ઉપાસક તેમજ જળ શુદ્ધિ, પર્યાવરણ તેમજ પરમ ગાયના સેવક છે. તેઓ પોતે બહુ મોટા તરવૈયા પણ છે.
પૂ. નર્મદા બાપજીએ અત્યાર સુધીમાં ૧૦૦૮ પદ યાત્રાનો સંકલ્પ કર્યો હતો. છેલ્લે પ ઓકટોબર ર૦રપ ના રોજ તેઓએપદયાત્રા ઓમકારેશ્વર મહાદેવના સાનિધ્યથી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે લગભગ ત્રણ હજાર કિ.મી.ની પદયાત્રા હતી અને ત્યાંથી ખંભાતની ખાડી સમુદ્ર પાર કરી તેઓ ગુજરાતની યાત્રામાં નીકળ્યા છે.
આજે તેઓ ખંભાતથી રાજકોટ આવ્યા છે. તેઓએ પોતાનું જીવન રાષ્ટ્ર, માનવ કલ્યાણ અને ધર્મની રક્ષામાં અર્પણ કર્યુ હતું. ર૦૧૪ માં ઉઘાડા પગે નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી હતી.
આ પદયાત્રામાં ૧ર હજાર કિ.મી.ની યાત્રા રાષ્ટ્ર ધર્મ પદયાત્રા દ્વારા દ્વારકેશ જયોતિર્લિંગના દર્શન કરી પુરી કરી હતી. તેઓએ ર૦૦૬ થી ર૦રપ દરમ્યાન મહારૂદ્રયજ્ઞ, મહાવિષ્ણુ યજ્ઞ, લક્ષ્મીનારાયણ યજ્ઞ સહિતના આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન રાષ્ટ્ર-સમાજ અને દરેક જીવોના કલ્યાણ માટે કર્યુ હતું. તેઓને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
આજે ‘‘અકિલા''ની મુલાકાત દરમ્યાન તેઓ સાથે અગ્રણીઓ નીતિન ભટ્ટ, લલીતભાઇ શાહી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
(3:27 PM IST)










