<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

વોર્ડ નં. ૧૬ના નીલકંઠ સિનેમા વિસ્‍તારમાં કોંગ્રેસનો જનસંપર્ક ‘જનતાનીે વેદના'

રાજકોટ : ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના ‘‘કોંગ્રેસ આપને દ્વાર - જનતાની વેદના'' અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૬ના નીલકંઠ સિનેમા, મેહુલ નગર વિસ્‍તારમાં કોંગ્રેસની ટીમ દ્વારા વ્‍યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્‍થાનિક નાગરિકોએ મોટી સંખ્‍યામાં જોડાઈ ખુલ્લેઆમ પોતાની સમસ્‍યાઓ, પ્રશ્નો અને અપેક્ષાઓ વ્‍યક્‍ત કરી કોંગ્રેસને સકારાત્‍મક પ્રતિસાદ આપ્‍યો હતો. જનસંપર્ક દરમિયાન લોકોએ વધતી મોંઘવારી, યુવાનોમાં બેરોજગારી, પાણી પુરવઠાની અનિયમિતતા, ખાડાવાળા રસ્‍તાઓ, ટ્રાફિક સમસ્‍યા, સામાન્‍ય લોકોને ટેક્‍સ માટે હેરાન કરવા, સ્‍થાનિક વહીવટની નિષ્‍ક્રિયતા જેવા ગંભીર મુદ્દાઓ ઉપર અસંતોષ વ્‍યક્‍ત કર્યો હતો. નાગરિકોએ જણાવ્‍યું હતું કે વર્તમાન સત્તાધીશો જનતાની અવાજ સાંભળવામાં નિષ્‍ફળ રહ્યા છે. આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, ‘‘જનતા આજે જવાબ માંગે છે અને કોંગ્રેસ તે જવાબ મેળવવા માટે રસ્‍તા પરથી લઈ તંત્ર સુધી સંઘર્ષ કરશે. વોર્ડ  નંબર ૧૬ માં જનસંપર્ક દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ  ડૉ. રાજદીપસિંહ જાડેજા, સુરેશભાઈ ગરૈયા, રસીલાબેન ગરૈયા, દિપ્તીબેન સોલંકી, ઇબ્રાહીમભાઇ સોરા, રહીમભાઈ સોરા, મનોજભાઈ ગઢવી, સિકંદરભાઈ ડાકોરા, બુખારી બાપુ, અફઝલભાઈ મેતર, તુષારભાઈ ગરૈયા, ઉમરભાઈ સોરા, રમેશભાઈ ગરૈયા, કમલેશભાઈ વેકરીયા, અભય ભાઈ ગરૈયા, જયદીપ મયાત્રા ઉપસ્‍થિત રહ્યા હતા. 

(3:28 PM IST)