News of Monday, 9th February 2026
શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ભાર્ગવ મિયાત્રાઃ આહિર અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે ભાર્ગવભાઈ મિયાત્રા(મો.૯૭૧૨૩ ૭૦૦૦૯) ની નિમણૂક કરવામાં આવી છે. આ તકે આહિર સમાજના યુવા અગ્રણી અનિરુદ્ધભાઈ ડવ દ્વારા તેમને રૂબરૂ મળીને તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમળકાભેર અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અનિરુદ્ધભાઈ ડવે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભાર્ગવભાઈ મિયાત્રા એક પાયાના અને કર્મઠ કાર્યકર છે. તેમની કાર્યશૈલી અને અનુભવનો લાભ રાજકોટ શહેર ભાજપને ચોક્કસપણે મળશે અને સંગઠન વધુ મજબૂત બનશે. ભાર્ગવભાઈની નિમણૂક બદલ આહિર સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો અને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો દ્વારા તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.
(3:31 PM IST)










