News of Monday, 9th February 2026
કમલમ ખાતે કાલે રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારોહ

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન અને સુચના મુજબ તાજેતરમાં નિમણુક થયેલ ગુજરાત પ્રદેશ વિશેષ આમંત્રીત સભ્યો તથા કારોબારી સભ્યો રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમ અને વિવિધ મોરચાના સૌ હોદેદારો અભિવાદન સમારોહ આવતીકાલ તા. ૧૦ના મંગળવારે સાંજે ૪-૩૦ કલાકે કમલમ કાર્યાલય, શીતલ પાર્ક ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની અધ્યક્ષતામાં યોજાશે.
આ અંગે માહીતી આપતા રાજકોટ મહાનગર પ્રમુખ ડો. માધવભાઇ દવે, પૂર્વ મહામંત્રી અશ્વીનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ છે કે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાનગરમાંથી પ્રદેશ ભાજપની ટીમમાં વિશેષ આમંત્રીત સભ્યો વજુભાઇ વાળા, ગોવિંદભાઇ પટેલ તેમજ પ્રદેશ ભાજપ કારોબારી સભ્યો શ્રીમતી ભાનુબેન બાબરીયા, કમલેશભાઇ મીરાણી, અરવિંદભાઇ રૈયાણી, ધનસુખભાઇ ભંડેરી, કશ્યપભાઇ શુકલ અને શ્રી રાજુભાઇ ધ્રુવને સન્માનિત કરવામાં આવશે.
મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખો મેહુલભાઈ નથવાણી, મહેશભાઈ પીપળીયા, ભાર્ગવભાઈ મિયાત્રા, દીપાબેન કાચા, કેતનભાઈ વાછાણી, કૌશિકભાઈ ચાવડા, સોમાભાઈ ભાલીયા અને મેઘાબેન વૈશ્નવ, મંત્રીઓ કિશનભાઈ ટીલવા, ગેલાભાઈ રબારી, સુનીલભાઈ ગોહેલ (SC), ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નિશાબેન રાણપરા અને અરુણાબેન પરમાર(SC), કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, કાર્યાલયમંત્રી હિતેશભાઈ ઢોલરીયા તથા યુવા મોરચામાં મીલનભાઇ લીંબાસીયા, જયકિશનભાઇ ઝાલા અને હિમાંશુ રાજયગુરુ, મહિલા મોરચામાં લીનાબેન રાવલ, કિરણબેન હરસોડા, માધવીબેન જોગીયા, કિશાન મોરચામાં યોગેશભાઈ ભુવા, રાજેશભાઈ ડાંગરિયા, અનિલસિંહ પરમાર, બક્ષીપંચ ( ઓ.બી.સી.) મોરચોમાં બાબુભાઈ માટીયા, મહેશભાઈ મિયાત્રા, રાજેશભાઈ સવનીયા, અનુસુચિત જાતિ મોરચોમાં દિનેશભાઈ ગોહેલ, સંજયભાઈ બગડા, અભિષેકભાઈ ગોરી, અનુસુચિત જન જાતિ મોરચોમાં મનોજભાઈ દુબલ, વિજયભાઈ રાઠોડ, જીતેન્દ્રભાઈ વાઘેલા, લઘુમતિ મોરચોમાં ઈબ્રાહીમભાઈ સોની, ફિરોજભાઈ ડેલા, અમનભાઈ સમાને સન્માનીત કરવામાં આવશે.
આ અભિવાદન સમારોહમાં રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, રાજકોટ શહેર પૂર્વ અધ્યક્ષ મુકેશભાઇ દોશી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, પૂર્વ મહામંત્રી અશ્વીનભાઇ મોલીયા તથા શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા વિ. ઉપસ્થિત રહેશે.
(4:05 PM IST)










