News of Monday, 9th February 2026
લાતી પ્લોટમાં નઝમાબેન દલએ કામધંધો કરવાનું કહેતાં પતિએ પાઇપથી માર માર્યો
વાંકાનેરમાં ડાહીબેનને પુર્વ પતિએ છુટાછેડાનો ખાર રાખી પથ્થરથી ઘાયલ કર્યા

રાજકોટ તા. ૯: મોરબી રોડ પર લાતી પ્લોટમાં રહેતી નઝમાબેન રસુલભાઇ દલ (ઉ.વ.૨૭)ને સવારે પતિ રસુલે પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
નઝમાબેનના કહેવા મુજબ તેણે ત્રણ વર્ષ પહેલા રસુલ સાથે બીજા લગ્ન કર્યા છે. સંતાનમાં બે દિકરી છે. પતિ કામ ધંધો કરતો ન હોઇ અને તેને સમજાવતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યાનું તેણીએ કહ્યું હતું.
બીજા બનાવમાં વાંકાનેર ચંદ્રપુર માર્કેટ પાસે રહેતી ડાહીબેન વજાભાઇ સોલંકી (ઉ.વ.૪૫)ને તેણી સાતમી સવારે ચંદ્રપુર માર્કેટ નજીક રહેતાં દિલીપભાઇના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં પુર્વ પતિ દાડમસિંગ મળી જતાં પાણકાના ઘા કરી ઇજા કરી ઢીકાપાટુ મારતાં સારવાર માટે રાજકોટ દાખલ થઇ છે. ડાહીબેનના બીજા લગ્ન દાડમસિંગ સાથે થયા હતાં. પણ તે દારૂ પી હેરાન કરતો હોઇ એક વર્ષ પહેલા છુટાછેડા લઇ લીધા હતાં. આ વાતનો ખાર રાખી તેણે હુમલો કર્યાનું જણાવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
(4:06 PM IST)










