<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

રાજકોટના વડાળી ગામે આસ્‍થાનો મહાસંગમ : શ્રી વિહોત માતાજીના સાનિધ્‍યમાં ૨૧ કુંડી મહારૂદ્ર મહાયજ્ઞ યોજાશે

ચાલો, વડાળી ધામના આગણે ભક્‍તિના રંગે રંગાઇએ : ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થતાં ત્રણ દિવસીય ધાર્મિક મહોત્‍સવમાં ભક્‍તિભાવ સાથે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન : પૂર્ણાહુતિના દિવસે બપોરે ૩:૩૦ કલાકે બીડું હોમાશે : કાંતિબાપુ

રાજકોટ : સોૈરાષ્‍ટ્રની પવિત્ર ધરા પર ધર્મ અને આસ્‍થાનો અનોખો ત્રિવેણી સંગમ રચાવવા જઇ રહ્યો છે. રાજકોટ નજીક ભાવનગર હાઇવે પર આવેલ સુવિખ્‍યાત વડાળી ગામ સ્‍થિત શ્રી વિહોત માતાજી મંદિર ખાતે આ ફેબ્રુઆરી માસમાં ભવ્‍યથી ભવ્‍ય શ્રી મહારૂદ્ર ૨૧ કુંડી મહાયજ્ઞનું ભક્‍તિસભર આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી વિહોત માતાજીના અસીમ આશર્વાદથી યોજાનાર આ મહોત્‍સવને લઇને પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યા છે.

ભકિતમય કાર્યક્રમની રૂપરેખા : આ ધાર્મિક મહોત્‍સવનો પ્રારંભ તા. ૨૧ ફેબ્રુઆરી, શનિવારના રોજ શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે થશે. સતત ત્રણ દિવસ સુધી ચાલનારા આ યજ્ઞમાં વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્‍ચાર સાથે આહુતિઓ અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્ણહુતિ તા.૨૩ ફેબ્રુઆરી, સોમવારના રોજ થશે, જેમાં બપોરે ૩:૩૦ કલાકે બીડું હોમવાની વિધિ સાથે મહાયજ્ઞ સંપન્ન થશે.

મહાપ્રસાદનું આયોજન : મંદિરના પૂજારી શ્રી કાંતિબાપુના જણાવ્‍યા અનુસાર, આ પવિત્ર પર્વ દરમિયાન માત્ર યજ્ઞ જ નહીં પરંતુ સેવાનો પણ અવિરત પ્રવાહ વહેશે. યજ્ઞના ત્રણેય દિવસ દરમિયાન દર્શનાર્થે આવતા તમામ ભાવિક ભક્‍તિો માટે બપોરે મહાપ્રસાદની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

દર્શનાર્થે પધારવા ભાવભર્યું આમંત્રણ : ભાવનગર હાઇવે પર ત્રાંબા પાસે આવેલા વડાળી ધામના આ મહાયજ્ઞમાં દર્શન, પૂજન અને મહાપ્રસાદનો લાભ  લેવા માટે પૂજારી શ્રી કાંતિબાપુ (મો. ૯૯૧૨૧૨૧૭૨૮) દ્વારા ભાવિકોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. આ પવિત્ર અવસરે પધારતા ભક્‍તો માટે મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી  દેવામાં આવી છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ત્રિદિવસીય ધાર્મિક મહોત્‍સવનું આમંત્રણ આપતા શ્રી વિહોત માતાજી મંદિર-વડાળીના પૂજારી કાંતિબાપુ તેમજ માતાજીના ભક્‍તો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(10:33 AM IST)