તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 10th February 2026
રાજારામ સોસાયટીમાં કડીયા કામ વખતે પહેલા માળેથી પટકાતાં મજૂરનું મોત
મુળ ઓરિસ્સાના ૩૪ વર્ષના હીમાસેનનું સારવારમાં મૃત્યુઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૦: સામા કાંઠે સંત કબીર રોડ પર રાજારામ સોસાયટી-૫માં નવા બની રહેલા મકાનની સાઇટ પર એક દુર્ઘટનામાં ઓરીસ્સાના મજુરનું પહેલા માળેથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ રાજારામ સોસાયટી-૧માં નવા બાંધકામની સાઇટ ચાલુ હોઇ અહિ પહેલા માળે મુળ ઓરીસ્સાનો હીમાસેન રામેશ્વર સતરીયા (ઉ.વ.૩૪) નામનો મજુર કામ કરતો હતો ત્યારે અકસ્માતે પગ લપસતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ મારફત જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ. ટી. જીંજાળા સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાન પરિણીત હતો. તેના પત્નિ, માતા-પિતા વતનમાં રહે છે. પોતે એકલો અહિ રહી મજૂરી કરતો હતો. બનાવથી સાથી મજૂરોમાં પણ શોક છવાઇ ગયો હતો. (૧૪.૮)
(2:55 PM IST)










