<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

૧૫૦ ફુટ નવા રીંગ રોડ - મવડીમાં શોપિંગ સેન્‍ટર અને મોર્ડન ફૂડ ઝોન બનાવાશે

કોમ્‍પલેક્ષમાં વ્‍યાપારી એકમો અને આધુનિક Co-Working space વિકસાવાશેઃ ૮૦૧૭ ચો.મી. વિસ્‍તારમાં ફુડ ઝોન વિકસાવાશે

રાજકોટ, તા.૧૦: આવનાર નાણાકીય વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેકન્‍ડ રિંગ રોડ વિસ્‍તારમાં આયોજનબદ્ધ કોમર્શિયલ વિકાસના હેતુસર આધુનિક શોપિંગ કોમ્‍પ્‍લેક્ષ બનાવવામાં આવશે. આ કોમ્‍પ્‍લેક્ષમાં વ્‍યાપારી એકમો ઉપરાંત એક માળ આધુનિક Co-Working Space તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. શોપિંગ કોમ્‍પ્‍લેક્ષનું નિર્માણ કરી ત્‍યારબાદ વ્‍યાપારી એકમોનું વેચાણ કરવાથી, જમીન સીધી વેચાણ કરતા મહાનગરપાલિકાને અનેકગણો વધુ આર્થિક લાભ પ્રાપ્ત થશે. આ પદ્ધતિથી મિલકતનું વ્‍યાપારી મૂલ્‍યવર્ધન થશે.

જાહેર સંપત્તિનો સુવ્‍યવસ્‍થિત અને ઉત્‍પાદક ઉપયોગ થવાથી મહાનગર પાલિકાની નાણાકીય સ્‍થિતિ વધુ મજબૂત બનશે. Co-Working Spaceની સુવિધાથી યુવા ઉદ્યોગકારો, સ્‍ટાર્ટ-અપ્‍સ, ફ્રીલાન્‍સર તથા નાના વ્‍યાવસાયિકોને ઓછા ખર્ચે વ્‍યાવસાયિક કાર્યસ્‍થળ ઉપલબ્‍ધ થશે. આથી સ્‍વરોજગાર અને નવીન વ્‍યવસાયને પ્રોત્‍સાહન મળશે તથા શહેરમાં આધુનિક કાર્યસંસ્‍કળતિનો વિકાસ થશે. Co-Working Space ના ઉપયોગ દ્વારા મહાનગરપાલિકાને પણ વધારાની આવકનુંસ્ત્રોત પ્રાપ્ત થશે.

આ સંયુક્‍ત આયોજનથી નાગરિકોને એક જ સ્‍થળે ખરીદી તથા કાર્યસ્‍થળ જેવી બહુમુખી સુવિધાઓ ઉપલબ્‍ધ થશે. સાથે-સાથે વ્‍યાપારી પ્રવળત્તિમાં વધારો થવાથી સીધી તથા પરોક્ષ રીતે રોજગારીની નવી તકો સર્જાશે. આ પ્રસ્‍તાવ મહાનગર પાલિકાની આવકમાં વધારો કરવા સાથે જાહેર સંપત્તિના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા દીર્ઘકાલીન નાણાંકીય લાભ આપતી યોજના સાબિત થશે. આ કામે બાંધકામ કરવા માટેના અંદાજીત એસ્‍ટીમેટ રકમ રૂ.૨૫ કરોડ થશે તેમજ આ શોપીંગ કોમ્‍પ્‍લેક્ષ થવાથી રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત રકમ રૂ.૮૦ કરોડની આવક પ્રાપ્ત થશે.

મોર્ડન ફૂડ ઝોન

વોર્ડ નં.૧૧માં ટી.પી.-૨૬ (મવડી) એફ.પી.-૩/એ, ૧૮ મીટર રોડ ઉપર PPP ધોરણે નાગરિકોને માટે આધુનિક સુવિધાઓ સાથે આયોજન બદ્ધ ફૂડ ઝોન બનાવવામાં આવશે.

પ્રસ્‍તાવિત ફૂડ ઝોન આશરે ૮૦૧૭ ચો.મી. વિસ્‍તારમાં વિકસાવવામાં આવશે, જેમાં ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર ૫૦૦૮ ચો.મી. વિસ્‍તારમાં કુલ-૨૮ સ્‍ટોલ તથા ૧૦૦૦ ચો.મી. ખુલ્લી જગ્‍યા (ઓપન ડાઇનિંગ) રહેશે. પ્રથમ માળે ૧૦ નંગ સ્‍ટોલ તથા ઓપન સ્‍કાય ડાઇનિંગની સુવિધા રહેશે. સમગ્ર પ્રોજેક્‍ટ હેઠળ આશરે ૯૦૦ નાગરિકોની ક્ષમતા ધરાવતું આયોજનબદ્ધ ફૂડ ઝોન વિકસાવવામાં આવશે. ર્પાકિંગ માટે ૧૪૦ ટુ-વ્‍હીલર તથા ૬૦ ફોર-વ્‍હીલર માટે વ્‍યવસ્‍થા તેમજ લેડીઝ અને જેન્‍ટ્‍સ ટોયલેટ સુવિધા ઉપલબ્‍ધ રહેશે.

આ પ્રોજેકટ PPP (Public Private Partnership) મોડલ અંતર્ગત અમલમાં મૂકવામાં આવશે, જેથી મહાનગરપાલિકા પર સીધો નાણાંકીય ભાર ન પડે. આ પ્રોજેક્‍ટ થકી નાગરિકોને સુરક્ષિત, સ્‍વચ્‍છ અને આયોજનબદ્ધ ખાદ્ય સુવિધા, સ્‍થાનિક વેપારીઓ અને યુવા ઉદ્યોગસાહસિકોને રોજગારની નવી તકો મળશે, અવ્‍યવસ્‍થિત હોકિંગ પર નિયંત્રણ આવશે અને ટ્રાફિક વ્‍યવસ્‍થા.

(3:16 PM IST)