<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

આવકનો નવોસ્ત્રોત લેટેસ્‍ટ ટેકનોલોજીના ૬૦ એલ.ઇ.ડી. બોર્ડ

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા જાહેર સ્‍થળોએ આધુનિક ટેકનોલોજી સાથેના ૬૦ એલ.ઇ.ડી. બોર્ડ ઉભા કરવામા આવશે, જે આધુનિક અને સ્‍માર્ટ સીટીની દિશામાં વધુ એક પગલુ બની રહેશે, જેનાથી શહેરનું બ્‍યુટીફીકેશન વધશે, શહેરીજનોને નાગરિક સુવિધાઓ અને જનસુખાકારી અંગેના મેસેજ આ એલ.ઈ.ડી. થકી મોકલી શકાશે. હાલની જુની ટેકનોલોજીની એલ.ઈ.ડી.ના સ્‍થાને લેટેસ્‍ટ ટેકનોલોજી (પી-૪ આઉટડોર) એલ.ઈ.ડી.ઓ પ્રાપ્ત થશે. સાથોસાથ પરંપરાગત હોર્ડીંગ બોર્ડમાં થતા પ્‍લાસ્‍ટિક (ફ્‌લેક્‍સ)ના વપરાશને ધટાડી શકાશે.

આ પ્રોજેક્‍ટ માટે એજન્‍સી દ્વારા સંપૂર્ણ મુડી રોકાણ કરવામાં આવશે અને સંપૂર્ણ મેઇન્‍ટેનન્‍સ એજન્‍સી દ્વારા કરવામાં આવશે, મેઇન્‍ટેનન્‍સનો સંપૂર્ણ રેવન્‍યુ ખર્ચ એજન્‍સી ભોગવશે, ઈલે. બીલની રકમ એજન્‍સી દ્વારા ભરપાઈ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાને કોઈ કેપીટલ કે રેવન્‍યુ ખર્ચ કરવાનો રહેશે નહિ, અને કોઈ પણ મુડી રોકાણ વિના પ્રિમીયમ (આવક) પ્રાપ્ત થશે. ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાને પોતાની જાહેરાતો માટેના સ્‍લોટ પ્રાપ્ત થશે.

(3:16 PM IST)