<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

વાસ્‍તવિકતાની નજીક બજેટ તૈયાર કરનાર યુવા ઇન્‍ચાર્જ સેક્રેટરીની ચાવી રૂપ ભૂમિકા

ધવલ જેસડિયાના કાર્યકાળનું ત્રીજું બજેટ, ઇ. સેક્રેટરી તરીકે બીજુ બજેટ

રાજકોટ, તા. ૧૦ : મહાપાલિકાનું ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર આજે સ્‍ટે.કમીટીએ મંજૂર કરીને જનરલ બોર્ડમાં મોકલ્‍યું છે. શાસક પાંખમાં બજેટને અંતિમ ટચ આપવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્‍ચાર્જ યુવા સેક્રેટરી ધવલ જેસડીયાની મહત્‍વની ભૂમિકા રહી છે. પાંચ દિવસથી અને ગઇકાલે મોડી રાત સુધી તેમની ટીમે બજેટ તૈયાર કર્યુ હતું.

સેક્રેટરી શાખામાં છેલ્લા ત્રણ બજેટમાં તેઓ સક્રિય રહ્યા છે. ઇન્‍ચાર્જ સેક્રેટરી તરીકે તેમનું આ બીજુ બજેટ છે.  કમિશ્ર્‌નર પાંખ સાથે સંકલન કરનારા સેક્રેટરી મુખ્‍ય અધિકારી છે. સરળ, પારદર્શક, વાસ્‍તવિકતાથી નજીકનું બજેટ તૈયાર કરવામાં વિભાગમાં તેમનું માર્ગદર્શન મુખ્‍ય હોય છે. ચૂંટાયેલી બોડીની બજેટ યોજના અને વિઝનને પ્રજા સમક્ષ રજુ કરવામાં તેઓની ભૂમિકા કડીરૂપ બની છે. કમિશ્ર્‌નર અને ચેરમેનના બજેટમાં તેઓએ મોટુ સંતુલન જાળવવાની ભૂમિકા ચેરમેન સાથે ખભેખભા મિલાવીને નિભાવી છે.

(3:46 PM IST)