<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

૧૯મીએ મનપાનું જનરલ બોર્ડઃ બજેટને હરીઝંડી

 

રાજકોટ, તા. ૧૦: આજે સ્‍ટેન્‍ડીંગ કમિટિએ મ્‍યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૬-૨૭નું ૩૬.૦૪ અબજનું બજેટ મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી માટે મોકલી આપતા મેયર નયનાબેન પેઢડિયાએ આગામી તા. ૧૮ ના બુધવાર સવારે ૧૧ વાગ્‍યે જનરલ બોર્ડ બોલાવ્‍યું છે. જેમાં માત્રને માત્ર બજેટની કરવેરા દરખાસ્‍તોને બહાલી આપવાનો એજન્‍ડા પ્રસિધ્‍ધ કરાયો છે.

ધી જી.પી.એમ.સી. એક્‍ટ-૧૯૪૯ની કલમ-૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તથા ૨૦૨૨-૨૩ ના આવક-ખર્ચના વાર્ષિક હિસાબો (National Municipal Accounts Manual ની ગાઇડ લાઇન ને અનુરૂપ) તેમજ ધી જી.પી.એમ.સી. એક્‍ટ-૧૯૪૯ની કલમ-૯૫ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨પ-૨૬નું રીવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર મંજુર કરવા, સામાન્‍ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા,પાણી દર નિયત કરવા, ખુલ્લા પ્‍લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, વાહન કર નિયત કરવા, થીયેટર ટેક્ષ નિયત કરવા, મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા, ઓનલાઇન પેમેન્‍ટમાં વળતર આપવા તથા એન્‍વાયરમેન્‍ટ ચાર્જ કરવા, ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા વિકાસ પરવાનગી આપતી વખતે અલગ અલગ ડીપોઝીટ વસુલવા અંગે નિર્ણય લેવાશે.તેમજ વર્ષ ૨૦૨૬-૨૭નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ સહિતની ૧૧ દરખાસ્‍તોનો નિર્ણય કરવામાં આવશે.

(4:07 PM IST)