તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 10th February 2026
રાજકોટ 140 કિલો ચાંદીની ચોરીમાં વધુ બે ઝડપાયા : રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડ ને દબોચી લેવાયા
આરોપી પાસેથી 30 કિલો ચાંદી પણ જપ્ત કરાયું .: અગાઉ આરોપી પાસેથી 40 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કરાયો હતો

રાજકોટ: 140 કિલો ચાંદી ચોરીના કેસમાં વઘુ બે ઝડપાયા છે આરોપીઓ રાજુ ભોજક અને રતનસિંહ રાઠોડ નામના આરોપીને દબોચી લેવાયા છે .આરોપી પાસેથી 30 કિલો ચાંદી પણ જપ્ત કરાયું છે .
આ અગાઉ રાજકોટમાં થયેલી 140 કિલો ચાંદીની મોટી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને પ્રદીપ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી અંદાજે 40 કિલો ચાંદીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આરોપી ચોરી કરેલી ચાંદી મહેસાણામાં વેચવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
(8:06 PM IST)










