તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
ચંપારણ્યધામ હવેલી પાટોત્સવ : ત્રિવિધ પુષ્ટિ મહોત્સવ
મવડી ઓવરબ્રીજની સામે ચંપારણ્યધામ હવેલીના પાટોત્સવ પ્રસંગે શનિવારથી ૧૧ દિવસ વિવિધ કાર્યક્રમો શોભાયાત્રા, છપ્પનભોગ દર્શન, વચનામૃત, આયુર્વેદીક કેમ્પ, રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે

રાજકોટ : ધર્મનગરી રાજકોટમાં ૧૪ ફેબ્રુઆરી શનિવારથી ૨૪ ફેબ્રુઆરી મંગળવાર સુધી ૧૧ દિવસ ભવ્યાતિભવ્ય, દિવ્યાતિ દિવ્ય ત્રિવિધ પુષ્ટિ મહોત્સવનું આયોજન થયુ છે.
રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ઓવરબ્રીજ સામે, ઉદયનગર -૧, ૨૪/૨૬નો ખૂણો,૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ઓવરબ્રિજની સામે નવનિમિત ચંપારણ્યધામ હવેલીના પાટોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાશે. મહોત્સવના ૧૧ દિવસ દરમ્યાન ધાર્મિક, સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ત્રિવેણી સરિતા વહેશે.
તા.૧૪, શનિવારે બપોરે ૩ વાગ્યે શ્રી ચંપારણ્યધામ હવેલીના નવ નિર્માણના મુખ્ય મનોરથી ધીરૂભાઇ માવજીભાઇ દેસાલના નિવાસ્થાન :-‘‘ગોકૂલ'', શિવભૂમિ સોસાયટી શેરી નં.૨, પર્ણકૂટી મેઇન રોડ, રૂદ્રાક્ષ ટાવરની પાછળ, રાજકોટ ખાતેથી શ્રી પ્રભુની દિવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે પ્રસ્થાન થશે, ધામધૂમથી આગળ વધી નવનિમિર્ત હવેલી, ઉદયનગર -૧, શેરી નંબર ૨૪/૨૬ નો ખૂણો, ૧૫૦ રીંગ રોડ, મવડી ઓવરબ્રીજ સામે, રાજકોટ ખાતે પહોંચશે.શોભાયાત્રામાં પ્રભુના સ્વરૂપની સાથે શ્રી વલ્લભકુળ પરિવાર ઉપસ્થિત રહેશે. આ શોભાયાત્રામાં ભાવિક ભાઇ-બહેનોએ કેસરી ઉપરણા ધારણ કરશે, જે શોભાયાત્રાનું અનોખુ દર્શન બની રહેશે.
ત્રિવિધ પુષ્ટિ મહોત્સવના અદભૂતભાવ પ્રવાહની વિગતો મુજબ રવિવાર, તા.૧૫ના શ્રી પુરૂષોતમ આવિર્ભાવ પાટોત્સવ, સોમવાર, તા.૧૬ના કથા સ્થળે શ્રીનો બડો મનોરથ-છપ્પન ભોગ, તે દિવસે દર્શનનો સમય બપોરે ૪ વાગ્યે, દર્શન પછી દરેક વૈષ્ણવો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. મંગળવારે, તા.૧૭ અષ્ટોતરશત શ્રીમદ ભાગવત વચનામૃત પ.પૂ.ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના શ્રીમુખે અષ્ટસખાના ર્કિતનો, સુબોધિની સહિત વયનામૃતો કથા દરમ્યાન તા.૨૨ ફેબ્રુઆરી, રવિવારે બપોરે ત્રણ વાગ્યે, કથા સ્થળે આયુર્વેદિક કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન છે.
કથાના દિવસો દરમ્યાન શ્રી વલ્લભકુળના આચાર્ય બાલકો વચનામૃતનો લાભ આપશે. જેમાં સ.પી.ગો.૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી રાજકોટ, કામવન, ગો.૧૦૮ શ્રીરણછોડલાલજી (રવિન્દ્રકુમારજી) મહારાજશ્રી-રાજકોટ, ગો.૧૦૮ શ્રી અભિષેકકુમાર મહારાજશ્રી - રાજકોટ, ગો.૧૦૮ભાગવતકુમાર મહારાજશ્રી, રાજકોટ, ગો.૧૦૮ અક્ષયકુમાર મહારાજશ્રી રાજકોટ, ગો.૧૦૮ શ્રી પરાગકુમાર મહોદયશ્રી, રાજકોટ, ગો.૧૦૮શ્રી રૂચીરકુમાર મહોદયશ્રી રાજકોટ, ગોકુલ, ગો.૧૦૮ શ્રી રત્નેશકુમાર મહોદયશ્રી, ધોરાજી, ગો.૧૦૮ શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રી રાજકોટ, કાલાવડ, ગો.૧૦૮ શ્રી ગોપેશકુમાર મહારાજશ્રી રાજકોટ કાલાવડ, કથા દરમ્યાન તા.૧૬ ફેબ્રુઆરીથી ૨૪ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સવારે ૭:૩૦ વાગ્યે બ્રહ્મસંબંધ થશે. બ્રહ્મસંબંધ લેવા ઇચ્છુક વૈષ્ણવોએ આગલા દિવસે વ્રત કરી પુરૂષોએ ધોતી ઉપરણા તથા બહેનોએ સાડી સાથે લાવવા બ્રહ્મસંબંધ શ્રી ચંપારણ્યધામ હવેલી ખાતે આપવામાં આવશે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
રાજકોટના આંગણે યોજાનાર આ ભવ્ય ધર્મોત્સવની વિશેષ વિગતો મેળવવા માટે ગોરધનભાઇ ગજેરા, મો.૯૪૨૭૨ ૨૦૮૩૯, વિઠ્ઠલભાઇ ઉમરેટીયા, મો.૯૯૦૯૨ ૮૧૪૩૮, ભાવેશભાઇ વિસપરા, મો. ૯૮૨૪૪ ૪૨૦૪૫ તથા ગાંડુભાઇ ડોબરીયા, મો. ૯૮૨૪૪ ૧૧૫૦૫ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
તસ્વીરમાં ભરતભાઇ સાવલિયા, નરેશભાઇ ત્રાડા, તુષાર સોંડાગર એડવોકેટ, સંજયભાઇ ધડુક, પારસ શિરોયા, જયશભાઇ વરમોરા, ભાવેશભાઇ વિસપરા, જયેશભાઇ કપુરીયા, ઉમેશભાઇ બાબરીયા, પંકજભાઇ સભાયા, ચેતનભાઇ કાનપરા, પંકજભાઇ ઝિંઝુવાડીયા, પંકજભાઇ કોંઢિયા અને અરવિંદભાઇ પાટડીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:20 PM IST)










