તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 11th February 2026
કાલે રાજકોટ સહિત દેશભરમાં બેંક હડતાલનું એલાન : સવારે બરોડા બેંક ખાતે યોજાશે દેખાવો
ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ લેબર, ચાર લેબરકોડ, વિજળી સુધારા બીલ અને મનરેગામાં ફેરફારો સામે વિરોધ : ગુજરાત-સૌરાષ્ટ્રના ૧૫ હજાર જેટલા બેંક કામદારો હડતાલમાં ભાગ લેશે : અનેક શહેરોમાં યોજાશે દેખાવો

રાજકોટ, તા.૧૧: સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ દ્વારા ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ લેબર, ચાર લેબરકોડ, વિજળી સુધારા બીલ અને મનરેગામાં કરવામાં આવેલા ફેરફારો સામે આપેલાં દેશવ્યાપી બંધ-હડતાલને ઓલ ઈન્ડીયા બેંક એમ્પ્લોઈઝ એસોસીએશન(એઆઈભીઈએ)એ ટેકો જાહેર કરેલ છે અને આવતીકાલના દેશવ્યાપી બંથમાં બેંક કામદારોએ પણ જોડાવાનો નિર્ણય લીધો છે અને તે સંદર્ભે ગુજરાતના ૧૫ હજાર જેટલા બેંક કર્મચારીઓ પણ આવતીકાલે હડતાલમાં જોડાશે અને દેશવ્યાપી દેખાવોમાં પણ ભાગ લેશે.
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે કે આવતીકાલે હડતાલને કારણે ગુજરાતભરના ૨૫ હજાર જેટલા બેંક કર્મચારીઓ પોતાની ફરજથી દૂર રહેશે જેને કારણે ૩૬૭૮ જેટલી રાષ્ટ્રીયકળતપ્રખાનગી બેંકોની શાખાઓ બંધ રહેશે. ફેડરલ બેંક, કરૂરવૈશ્ય બેંક, કર્ણાટક બેંક અને આઈડીબીઆઈ બેંકના કર્મચારીઓએ પણ આ હડતાલમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવેલ છે કે આવતીકાલે બેંક હડતાલના દિવસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. ગુજરાતના મુખ્ય શહેરોમાં બેંક કર્મચારીઓ એકઠા થઈ સરકારની શ્રમ અને આર્થિક નીતિનો પ્રચંડ વિરોધ કરશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ સિવાય બેંક યુનિયનોની માંગણી છે કે બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ અમલી બનાવવું, રાષ્ટ્રીયકળત બેંકોને સુદ્રઢ બનાવવી, બેંકોમાં પુરતી ભરતી કરવી, જુની પેન્શન સ્કીમની તરફેણમાં નેશનલ પેન્શન સીસ્ટમ પાછી ખેંચવી, બેડલોનની રીકવરી, જાહેરક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ રોકવું, બેંકીંગ સેક્ટરની સમીક્ષા કરવા સરકાર કમીટી રચી રહી છે તે બાબત પડતી મુકવા, બેંકોની લોન લઈને નહી ચુકવનારા ૫૭ લોકો પર બેંકોનું રૂા.૮૫ હજાર કરોડનું બાકી લેણું છે તે વસુલાવા અને વિમા કંપનીઓમાં મંજુર થયેલ ૧૦૦ ટકા એફડીઆઈને પરત ખેંચવું વગેરે માંગણીઓ પણ છે.યાદીમાં વધુમાં જણાવાયું છે કે નવા લેબરકોડથી શ્રમિકોના અધિકારો છીનવાશે એટલું જ નહી યુનિયન શરૂ કરવું, યુનિયન ચલાવવું, યુનિયનને સ્થિર નેતળત્વ પુરુ પાડવું, હડતાલનું આયોજન કરવુ વગેરે મુશ્કેલ બનશે.. આ કોડથી માલિકો કર્મચારીઓને મન ફાવે ત્યારે છુટા કરી શકશે. માલિકોને તાળાબંધી અને છટણી કરવાની સતા મળશે જેનાથી કામદારોનુ શોષણ થશે. બેંક હડતાલને પગલે ગુજરાતમાં અંદાજે ૧૫ હજાર કરોડના નાણાંકીય વ્યવહારો ખોરવાશે.
આવતીકાલે રાજકોટમાં બેંક ઓફ બરોડા, મુખ્ય કચેરી, એમ.જી.રોડ રાજકોટ ખાતે તમામ બેંકના કર્મચારીઓ સવારે ૧૦-૩૦ કલાકે એકઠા થશે અને ચાર લેબરકોડના અમલનો વિરોધ કરી તે પાછો ખેંચી લેવાની માંગણી કરશે.(૨૩.૧૮)
(2:51 PM IST)










