તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
મહાશિવરાત્રીએ લાઇટ હાઉસ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરે કળશવિધી, ધજારોપણ કાર્યક્રમ
સત્યનારાગણ કથા, રૂદ્રાભિષેક, દાંડીયારાસ, ભાંગ પ્રસાદ, આરતી, મહાપ્રસાદ

રાજકોટ : શહેરના રૈયારોડ ઉપર પરશુરામ મંદિર પાસે નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ જીજાબાઇ ટાઉનશીપ (લાઇટ હાઉસ) ખાતે ૧૧૪૪ ફલેટ ધારકો સાથે મહાશિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.
લાઇટ હાઉસ ખાતે આગામી તા.૧૫ના રવિવારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો કળશવિધિ અને ધ્વજારોહાણનો કાર્યક્રમ ધામધુમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે તા.૧૪ના શનિવારે સાંજે ૪ કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનનની કથાનું આયોજન મનોજભાઇ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું છે. સવારે ૭ વાગે રૂદ્રાભિષેક, રાત્રીના ૯ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.
જ્યારે ૧૫મીના રવિવારે મહાશિવરાત્રીએ બપોરે ૩ કલાકે વાજતે ગાજતે ધ્વજારોહણ થશે. બપોરે ૧૨ વાગે ભાંગ પ્રસાદ તેમજ સાંજે ૭ વાગ્યાથી આરતી- મહાપ્રસાદ રાખેલ છે. તસ્વીરમાં પિયુશભાઇ જોશી, ધિરૂભાઇ બગથરીયા, ભિપૂભાઇ શાહ, વિરલભાઇ સંઘવી અને મનોજભાઇ વિશ્વકર્મા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:00 PM IST)










