તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
મીરા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પાણીની ડોલમાં ડુબી જવાને લીધે ૧ વર્ષના બાળકનું મોત
રમી રહેલો દિકરો ન દેખાતાં માતાએ તપાસ કરતાં ઘટનાની ખબર પડીઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૧: થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના મીરા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં એક વર્ષના બાળકનું રમતી વખતે પાણી ભરેલી ડોલમાં ડુબી જવાથી મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છ.ે
જાણવા મળ્યા મુજબ મીરા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાંરહેતાં પરિવારનો એક વર્ષનો બાળક કલી હનીફભાઇ અંસારી ગત સાંજે ઘરે રમતો હતો. આ વખતે તેના માતા કામમાં વ્યસ્ત હતાં. થોડીવાર બાદ દિકરો નજરે ચડતાં આકુળ વ્યાકુળ થઇ માતાએ તપાસ કરતાં તે પાણી ભરેલી ડોલમાં ડૂબેલો મળતાં દેકારો મચાવ્યો હતો. લોકો ભેગા થઇ જતાં બાળકને સારવાર માટે બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં ઝનાના હોસ્પિટલ મારફત એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.
ઘટના થોરાળા પોલીસની હદની હોઇ પીએસઓ કૈલાસબેને જાણ કરતાં થોરાળાના પીએસઆઇ એચ. પી. ઝીંઝાળા અને સ્ટાફે ત્યાં પહોંચી કાર્યવાહી કરી બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
બેભાન હાલતમાં ગોપાલભાઇ શિયાળનું મોત
લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૧૬માં રહેતાં ગોપાલભાઇ જીવાભાઇ શિયાળ (ઉ.વ.૪૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. કેન્સરની બિમારી લાગુ પડયાનું સગાએ કહ્યું હતું. બનાવ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:22 PM IST)










