તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th February 2026
વ્યાજ માફીમાં યોજનાને જબ્બર પ્રતિસાદઃ ૬૭.૯૩ લાખ આવક
ગઇકાલે જાહેરાત બાદ ગણતરીની કલાકોમાં તંત્રની તિજોરી ભરાઇ

રાજકોટ તા. ૧૧: મનપાનું ગઇકાલે કરબોજ વિનાનું બજેટ શાસકો દ્વારા જાહેર કરાયું હતું. સાથે જ મિલ્કત અને પાણી વેરામાં રૂ. પ-પ હજારની વ્યાજ માફીની યોજના જાહેર કરી હતી.
ગઇકાલે જ જાહેર થયેલ યોજના અંતર્ગત આજથી લોકોએ વ્યાજ માફીનો લાભ લેવાનું શરૂ કર્યું છે અને બપોર સુધીમાં ૬૭.૯૩ લાખથી વધુની રકમ મનપા તિજોરીમાં જમા કરાવી છે. જેમાં વેસ્ટ ઝોનમાં ૧૯ લાખ, સેન્ટ્રોલ ઝોનમાં ૩૮ લાખ તથા ઇસ્ટ ઝોનમાંથી ૧૦ લાખથી વધુની આવક થવા પામી છે.
મહાનગરપાલિકા દ્વારા શહરેના નાગરિકોને રાહત આપવા હેતુસર મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના આજે તા. ૧૧થી અમલમાં મુકવામાં આવી છે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયાએ જણાવ્યું હતું.
શહેરના મિલ્કતધારકો પર બાકી રહેલ કરની રકમ પર ચડત વ્યાજમાં રાહત મળે તે હેતુથી આ વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલ્કતો માટે વ્યાજ માફી આપવામાં આવનાર છે.
આ યોજના તા. ૧૧ થી શરૂ થઇ છે અને આગામી તા. ૩૧ માર્ચ ર૦ર૬ સુધી જ અમલમાં રહેશે.
શહેરના મિલ્કત ધારકો આ યોજનાનો લાભ લઇ બાકી રહેલ કરની રકમ સમયસર ભરપાઇ કરે અને વ્યાજ માફીનો લાભ મેળવી તેવી શાસકોએ અપીલ કરી છે
(4:22 PM IST)










