<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાજકોટમાં ભાજપ નેતા માતાજીના માંડવામાં ભાવથી ધૂણ્‍યાઃ વિડીયો વાયરલ

 

રાજકોટ, તા. ૧૧: શહેર ભાજપના તાજેતરમાં જાહેર થયેલા નવા સંગઠનાત્‍મક માળખામાં સોમાભાઈ ભાલિયાને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્‍યારે નિમણૂક બાદ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વ્‍યાપક રીતે ચર્ચાનો વિષય બન્‍યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ભક્‍તિભાવ સાથે ધૂણતા નજરે પડે છે.

હાલ આ વીડિયો જાહેર થયા બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભાજપના સૂત્રો અનુસાર, સોમાભાઈ ભાલિયા માતાજીના અનન્‍ય ભક્‍ત તરીકે ઓળખાય છે અને પોતાના સમાજમાં તેઓ લોકચાહના ધરાવે છે. તેમના સમર્થકો આ વીડિયોને તેમની ધાર્મિક આસ્‍થા અને વ્‍યક્‍તિગત વિશ્વાસ સાથે જોડે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રીના માતાજીના માંડવામાં ધૂણતા દ્રશ્‍યો સોશિયલ મીડિયામાં સામે આવ્‍યા હતા, જે સમયે પણ ચર્ચા જાગી હતી. ત્‍યારે હાલ ફરી એકવાર ભાજપ નેતાનો ધૂણવાનો વીડિયો વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.

(4:09 PM IST)